Monday, November 18, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસે જુગારીઓ પર ધોંસ બોલાવી : ત્રણ સ્થળોએથી ૧૭ પત્તાપ્રેમીઓ...

મોરબી જિલ્લા પોલીસે જુગારીઓ પર ધોંસ બોલાવી : ત્રણ સ્થળોએથી ૧૭ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં પ્રસરતી જતી જુગારની બદીને ડામવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના પગલે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ત્રણ સ્થળોએ રેઈડ કરવામાં આવી હતી અને સત્તર જુગારીઓની અટકાયત કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટિમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે, લાતી પ્લોટ શેરી નં ૨ લક્ષ્મી ચેમ્બર કોમ્પલેક્ષમા બીજા માળે આવેલ ઓફીસમા અનીલભાઇ હરીલાલ રાજા (રહે. રવાપર રોડ સોમનાથ સોસાયટી લોટસ એપાર્ટમેન્ટ ફલેટ નં ૫૦૧ મોરબી) નામનો શખ્સ જુગારનો અખાડો ચલાવી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી અનીલભાઇ હરીલાલ રાજા (રહે. રવાપર રોડ સોમનાથ સોસાયટી લોટસ એપાર્ટમેન્ટ ફલેટ નં ૫૦૧ મોરબી), લાલજીભાઇ ભાણજીભાઇ સોલંકી (રહે રણછોડનગર સેન્ટ મેરી સ્કુલ પાછળ સાંઇબાબાના મંદીર પાસે મોરબી, જેસીંગભાઇ પ્રેમજીભાઇ ધંધુકીયા (રહે નવલખી ફાટક ધુતારીની વાડી ગૌશાળાની પાછળ મોરબી) તથા અનવરભાઇ અલીમામદ સૈયદ (રહે ખ્વાજા પેલેસ પંચાસર રોડ મોરબી) નામના શખ્સોને રોકડા રૂ.૧૦,૫૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં, હળવદ પોલીસની ટીમે બાતમીનાં આધારે સુંદરગઢ ગામે કરાર સીમ ખાતે અજીતભાઇ રજપુતની વાડીના શેઢા પાસે રેઈડ કરી લીંબડા નિચે ખુલ્લી જગ્યામાં પૈસા પાના વતી નશીબ આધારીત હાર જીતનો તીન પતી રોનનો જુગાર રમતા લાલજીભાઇ કુકાભાઇ ચરમારી (રહે. સુંદરગઢ ગામ, તા.હળવદ જી.મોરબી), કુકાભાઇ જગાભાઇ પંચાસરા (રહે શીરોઇ ગામ, તા.હળવદ જી.મોરબી), જેરામભાઇ મેરાભાઇ ચરમારી (રહે. સુંદરગઢ ગામ, તા.હળવદ જી.મોરબી), મેરાભાઇ ખેતાભાઇ લાંબરીયા (રહે. માંડલ ગામ, તા.જી.મોરબી), ધનજીભાઇ ગેલાભાઇ ઉડેચા (રહે, સુંદરગઢ ગામ, તા.હળવદ જી.મોરબી), રમેશભાઇ ગોરધનભાઇ ચરમારી (રહે. રહે. સુંદરગઢ ગામ, તા.હળવદ જી.મોરબી) તથા મુકેશભાઇ જગાભાઇ ચરમારી (રહે. નવા સુંદરગઢ ગામ તા.હળવદ જી.મોરબી) નામના શખ્સો પર રેઈડ કરતા ચાર આરોપીઓ પકડાઇ ગયા હતા. જયારે ત્રણ આરોપીઓ નાસી છૂટ્યા હતા. ત્યારે પોલીસે પકડાયેલ આરોપીઓ પાસેથી કુલ રૂ.૬૫,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ત્રીજા દરોડામાં, હળવદ પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ભરતભાઇ જાદવજીભાઇ સિહોરાના કબજા ભોગવટા વાળી સમલી ગામની કરાર તરીકે ઓળખાતી સીમની વાડીની ઓરડીમાં ભરતભાઇ બહારથી લોકોને બોલાવી ગેર કાયદેસર જુગાર રમવાના સાધનો/સામગ્રી પુરા પાડી તેની અવેજીમાં નાલ ઉઘરાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પતિનો રોન પોલીસનો જુગાર રમાડે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી ભરતભાઇ જાદવજીભાઇ સિહોરા (રહે.રાતાભેર જુના ગામમાં તા.હળવદ જી.મોરબી), દયાળજીભાઇ ઉર્ફે હકો લાલજીભાઇ સારલા (રહે.રાતાભેર જુના ગામમાં ટાંકા પાસે તા.હળવદ જી.મોરબી), લાલભાઇ વજાભાઇ ચૌહાણ (રહે.રાતાભેર જુના ગામમાં તા.હળવદ જી.મોરબી), વિજયભાઇ ખોડાભાઇ કુણપરા (રહે. રાતાભેર જુના ગામમાં રામજી મંદિર પાસે તા.હળવદ જી.મોરબી), પ્રાણજીવનભાઇ ઉર્ફે પ્રવિણભાઇ મહાદેવભાઇ ખાવડીયા પટેલ (રહે. રાતાભેર જુના ગામમાં રામજી મંદિર પાસે તા.હળવદ જી.મોરબી) તથા જીલુભાઇ જાદવજીભાઇ કેરવાડીયા (રહે. રાતાભેર જુના ગામમાં રામજી મંદિર પાસે તા.હળવદ જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!