મોરબી શહેરમાં ચોરી થયેલ તેમજ ખોવાયેલ મોબાઇલ બાબતે મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકે ફરીયાદો નોંધાઈ હતી. જેમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આશરે ૧,૫૦,૦૦૦/- ની કિમતના ૧૨ મોબાઈલ શોધી કાઢી તેમના માલિકોને પરત કર્યા હતા.
માલા,ટી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર પી.એ. દેકાવાડીયાના સુપરવિઝન હેઠળ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ મોબાઇલ શોધી કાઢવા પોલીસ કર્મીઓને સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કોન્સ્ટેબલ પ્રદીપસિંહ બહાદુરસિંહ ઝાલા તથા ધર્મેન્દ્રભાઇ મગનભાઇ રાંકજા, કિર્તિસિંહ બહાદુરસિંહ જાડેજાએ ટેકનીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી કુલ ૧૨ જેટલા આશરે ૧,૫૦,૦૦૦/- ની કિમતના મોબાઇલો શોધી કાઢી, એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર સાર્થક કર્યું છે.