Monday, November 18, 2024
HomeGujaratમોરબીમાં શ્રાવણ માસ પૂર્વે જુગારની મોસમ ખીલી ! : એક જ દિવસમાં...

મોરબીમાં શ્રાવણ માસ પૂર્વે જુગારની મોસમ ખીલી ! : એક જ દિવસમાં પાંચ સ્થળોએથી ૨૭ જુગારીઓ ઝડપાયા

મોરબીમાં શ્રાવણ માસ પૂર્વે જ જુગારની મોસમ ખીલી હોય તેમ પોલીસે અલગ અલગ પાંચ દોરડાઓ કરી મોરબી સીટી પોલીસે ૧૩ મહિલાઓ સહિત ૨૭ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમને બાતમી મળી હતી કે, માધાપરના ઝાપા પાસે જાહેરમા અમુક ઇસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકટના આધારે પોલીસ સ્થળ પર રેઈડ કરી જુગાર રમતા આશીફભાઈ હાજીભાઈ જંગીયા (રહે વિશીપરા હુશૈનભાઈ ભટીના ઘરની બાજુમા મોરબી), તૈયબભાઈ ઈસ્માઈલભાઈ ખુરૈશી (રહે કબીર ટેકરી શેરી નં.૩ મોરબી) તથા રઘુભા મુળુભા રાઠોડ (રહે વાવડી રોડ સોમૈયા સોસાયટી મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૩૮૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે.

જ્યારે બીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે નવલખી રોડ રેલ્વે કોલોની પાસે આવેલ હિનાબેન ભરતભાઇ સિધવનાં મકાનમાં ચાલતા જુગારધામ પર રેઈડ કરી જુગાર રમતા-રમાડતા હિનાબેન ભરતભાઇ સિધવ (રહે.મોરબી નવલખી રોડ ન્યુ રેલ્વે કોલોની મફતીયાપરામા), શૈલેષભાઇ વશરામભાઇ ઇન્દરીયા (રહે.મોરબી નવલખીરોડ રેલ્વે કોલોની બાજુમા), ઉષાબેન દિનેશભાઇ પાટડીયા (રહે.મોરબી નવલખીરોડ રેલ્વે કોલોની વડવાળા ડેરી પાસે), છાયાબેન દીલીપભાઇ કુંઢીયા (રહે.મોરબી નવલખીરોડ રેલ્વેકોલોની મુળ રહે.પ્રેમજીનગર (મકનસર) તા.મોરબી), શીલ્પાબેન રણજીતભાઇ ઇન્દરીયા (રહે.મોરબી નવલખીરોડ રેલ્વેકોલોની), શાહરૂખભાઇ રફીકભાઇ પઠાણ (રહે.મોરબી નવલખીરોડ રેલ્વેકોલોની), સાગરભાઇ રાજુભાઇ માલકીયા (રહે.મોરબી નવલખીરોડ કુબેરનગર રોયલપાર્ક), મહેશભાઇ સામતભાઇ વીંજવાડીયા (રહે.મોરબી નવલખીરોડ રેલ્વેકોલોની), લાભુબેન રમેશભાઇ ઇન્દરીયા (રહે.મોરબી નવલખીરોડ રેલ્વેકોલોની નાકે), ડીમ્પલબેન વાસુદેવભાઇ પરમાર (રહે.મોરબી નવલખીરોડ રેલ્વેકોલોની નાકે), જસ્મીનબેન મોમીનખાન પઠાણ (રહે.મોરબી નવલખીરોડ રેલ્વેકોલોનીબાજુમા બાવાની મઢીપાસે), ઝુબેદાબેન હાજીભાઇ ખોખર (રહે.મોરબી નવલખીરોડ રેલ્વેકોલોની ગેઇટની બાજુમા) તથા શેરબાનુબેન રફીકભાઇ પઠાણ (રહે.મોરબી નવલખીરોડ રેલ્વેકોલોની ગેઇટની બાજુમા મફતીયપારા) નામના મહિલાઓને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૩૪,૬૫૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ત્રીજા દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે ત્રાજપર ચોકડીથી રામકુવા વાળી શેરી પેરેસીન મોટર ગેરેજની બાજુમાં આવેલ મનિષભાઇ ભોજાભાઇ ગોલતરનાં ટ્રાન્સ્પોર્ટના ગોડાઉનના ડેલામાં રેઈડ કરી મનિષભાઇ ભોજાભાઇ ગોલતર (રહે.મહેન્દ્રસિંહજી હોસ્પિટલની સામે મોરબી-૨), આરીફભાઇ હુશેનભાઇ ચૈાહાણ (રહે.ત્રાજપર ગામ જાપાવાળી શેરી મોરબી-૨), હિતેષભાઇ નાજાભાઇ ગોલતર (રહે.ત્રાજપર ગામ એસ્સારપંપની પાછળ ત્રાજપર ગામ મોરબી-૨), રણભાઇ મલાભાઇ રાતડીયા (રહે.સો-ઓરડી કનૈયા પાનની સામે મોરબી-૨) તથા યોગેશભાઇ ભુપતભાઇ વણપરા (રહે.જનાધુંટુ રોડ સિલ્વરપાર્ક સોસાયટી મોરબી-૨) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂપીયા-૧,૦૩,૪૮૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જ્યારે અજયભાઇ કોળી (રહે.ત્રાજપર મોરબી-૨), કિશનભાઇ ભરવાડ (રહે.માધાપર મોરબી) તથા અજયભાઇ ભરવાડ (રહે.માધાપર મોરબી) નામના શખ્સો ફરાર થઈ જતાં તેમણે વોન્ટેડ જાહેર કરી તમામ વિરુધ્ધ જુગારધાર કલમ ૪-૫ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

ચોથા દરોડામાં, મોરબીના લાભનગરના જાપા નજીક આવેલ ખોડીયાર મંદિર સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે રેઈડ કરી જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા દિનેશભાઇ અમરશીભાઇ સાલાણી (રહે.લાભનગર મફતીયાપરા વેજીટેબલ રોડ મોરબી-૨), નરેશભાઇ મગનભાઇ સાલાણી (રહે.લાભનગર મફતીયાપરા વિસ્તાર મોરબી) તથા ભરતભાઇ શામજીભાઇ થરેસા (રહે.લાભનગર મફતીયાપરા વિસ્તાર વેજીટેબલ રોડ મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૧,૪૬૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે.

જ્યારે પાંચમા દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીનાં આધારે લાભનગર પાછળના ભાગે મફતીયાપરા વિસ્તારમાં રેઈડ કરી જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા રવજીભાઇ જેરામભાઇ સાલાણી (રહે.લાભનગર મફતીયાપરા વિસ્તાર વેજીટેબલ રોડ મોરબી), રામજીભાઇ જેરામભાઇ સાલાણી (રહે.લાભનગર મફતીયાપરા વિસ્તાર વેજીટેબલ રોડ મોરબી) તથા દિનેશભાઇ બીજલભાઇ ગજીયા (રહે.રણછોડનગર શંકરના મંદિર પાસે ગરબી ચોક મોરબી) નામના શખ્સોને પકડી પાડી રોકડા રૂ.૩,૧૩૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!