સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ જેવા મોટા મોટા સૂત્ર આપી પ્રજા ના મત મેળવી ભાજપના આગેવાનોએ પ્રજાને એના હાલ ઉપર છોડી દીધેલ છે:મોરબી કોંગ્રેસ
મોરબી કૉંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મોરબી શહેર ની પ્રજા એ ખોબે ખોબે ભાજપ ને મત આપી નગરપાલિકા માં બાવને બાવન બેઠક આપી પરંતુ આ ભાજપ ના સદસ્ય ઓ પ્રજા ના વિકાસ ને બદલે પોતા ના ખીસા ભરવા નો વિકાસ કરેલ જેના કારણે આજ પાલિકા ની તેજોરી ખાલી ખમ છે જેના કારણે પ્રજા ને પ્રાથમિક સુવિધા જેવી કે ભૂગર્ભ ગટર ની છલકાવવા ની મુશ્કેલી માંથી છુટકારો મળતો નથી.
જેમાં મોરબી શહેર ના કહેવાતા મુખ્ય રોડ સનાળા રોડ જ્યાં સાંસદ સભ્ય ના બેસણા છે સાથે સાથે તાલુકા જિલ્લા પંચાયત પાલિકા ના ચૂંટાયેલ પૂર્વ સદસ્યો ની બેઠક વ્યવસ્થા છે ત્યાં વગર વરસાદે નવા બસ સ્ટેશન થી સરદાર બાગ સુધી ગટર છલકાવવા ના કારણે નદી વહે છે તેમ કહી શકાય છતાં કહેવાતા ભાજપ ના આગેવાનો કેમ ચૂપ છે .પ્રજા ના હિત માટે કેમ કોય રજૂઆત કરતા નથી જાણવા પ્રમાણે લોકો આવી વાતો કરે છે કે ભાજપ માં બે જૂથ હોય ને પાલિકા મોરબી માળિયા ના ધારાસભ્ય ના વડપણ હેઠળ ચાલે છે માટે આ ભાજપ ના આગેવાનો ચૂપ થઈ ગયા તેવી ચર્ચા પ્રજા માં ચાલે છે.મોરબી શહેર ના તમામ રોડ રસ્તા શેરી ગલીઓમાં ભૂગર્ભ ગટરના પાણી છલકાય છે જેના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી સભવનાં દેખાય રહેલ છે ત્યારે પાલિકા પ્રજા ને પ્રાથમિક સુવિધા ક્યારે આપશે અને સા વગર વરસાદે રોડ રસ્તા ઉપર ગટર ના પાણી ના જળાસઇ બની ગયા છે તેમાં થી ક્યારે મુક્તિ અપાવશે તે મોરબી ના ધારાસભ્ય અને વહીવટદાર પ્રજા ને જણાવે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી શહેર ના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારી ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.