રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ અગામી દિવાસોમાં મોહરમના તહેવારમાં મોરબી જિલ્લામાં કાયદો અને વ્યસ્થાની પરીસ્થિતી સુદ્દઢ બની રહે તે સારૂ ગેર કાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સૂચન કરેલ હોય તે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઈમ બ્રાંચની ટીમે માળીયા તાલુકાના ખીરઇ ગામેથી દેશી હાથ બનાવટની સીંગલ બેરલ બારબોર બંદુક સાથે એક ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ એલ.સી.બી મોરબીના પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો મોહરમના તહેવારમાં મોરબી જિલ્લામાં કાયદો અને વ્યસ્થાની પરીસ્થિતી સુદ્દઢ બની રહે તે સારૂ ગેર કાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવાની સૂચના અન્વયે કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન તેઓને ખાનગીરાહે બાતમી મળેલ કે, માળીયા મીયાણા તાલુકાના ખીરઇ ગામે નવાપરામાં રહેતા ગુલામભાઇ મોવરભાઇ લઘાણી (મીયાણા) પોતાના રહેણાંક મકાને ગેર કાયદેસર રીતે લાયસન્સ વગર દેશી હાથબનાવટનું હથિયાર (અગ્નીશસ્ત્ર) રાખે છે. જે સચોટ બાતમીના આધારે ગઈકાલે ખીરઇ ગામે રેઇડ કરતા ગુલામભાઇ મોવરભાઇ લધાણી (રહે. ખીરઇ, નવાપરા તા. માળીયા મીયાણા જી. મોરબી) ગેર કાયદેસર રૂ. ૫,૦૦૦/-ની કિંમતની દેશી હાથ બનાવટની બારબોર બંદુકની સાથે મળી આવતા માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે હથિયાર ધારા તળે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.