મોરબીમાં ફરી હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ થયાની ઘટના સામે આવી છે. માળીયા મી. પોલીસની ટીમે બાતમીનાં આધારે માળીયા મી. કચ્છ નેશનલ હાઇવે પર આવેલ ઓનેસ્ટ હોટલ પાસેથી એક ઈસમને તમંચા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મી. પોલીસની ટીમને ગઈકાલે બાતમી મળી હતી કે, માળીયા મી. કચ્છ નેશનલ હાઇવે પર આવેલ ઓનેસ્ટ હોટલ પાસે એક ઈસમ તમંચો લઈ ફરે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી લાયસન્સ કે પરવાના વગર દેશી હાથ બનાવટનો જુના જેવો કાટવાળો રૂ. ૫૦૦૦/-ની કિંમતનો તમંચો લઈ નીકળેલ સુનીલભાઇ વિજયભાઇ આધ્રોજીયા (રહે.ગામ અમરેલી તા.જી.મોરબી) નામના શખ્સને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.