રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠી તરફથી પ્રોહિબિશન જુગારની બદી સદંતર નાબુદ કરવા માટે સુચના થઇ આવેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસની ટીમે જોધપર ગામ સામે પુલ નીચે સર્વીસ રોડ પરથી બોલેરો પીકઅપ ગાડીમાંથી ૧૧૦૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, ડી.વાય.એસ.પી પી.એ. ઝાલા તથા સી.પી.આઇ. વી.પી. ગોલના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. બી.પી. સોનારા તથા વાંકાનેર તાલુકા ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન પી.એસ.આઇ. બી.પી.સોનારા સાથેના પોલીસ સ્ટાફ સાથે કોમ્બીંગ અનુસંધાને પોલીસ સ્ટેશન વીસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમ્યાન એક બોલેરો પીકઅપ વાહન શંકાસ્પદ જણાતા પીછો કરી પકડી પાડી રૂ.૩,૦૦,૦૦૦/-ની કિંમતની GJ.13.AW.4220 નંબરની બોલેરો પીકઅપમાંથી દેશી દારૂ ભરેલ ૪૪ બાચકામાં ભરેલ રૂ.૨૨,૦૦૦/-ની કિંમતનો ૧૧૦૦ લીટર દેશી દારૂની હેરાફેરી કરતા કુલ રૂ.૩,૨૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી જાલાભાઇ માધાભાઇ ગેલડીયા (રહે.નાડધ્રી તા.મુળી જી.સુરેન્દ્રનગર)ને પકડી પાડી તથા બોલેરો ગાડીનું પયલોટીંગ કરનાર વિશાલ મંછારામ ગોડલીયા (રહે.ગારીયા-યજ્ઞપુરૂષનગર તા.વાંકાનેર જી.મોરબી) નાશી ગયેલ હોય જેથી બન્ને ઇસમો વીરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.