મોરબીમાં ૩૦ ઓક્ટોબરના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઝુલતો પુલ ધરાશાયી થતાં ૧૩૫ લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. જે કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમાયેલ સરકારી વકીલ એસ કે વોરાએ કેસમાંથી રાજુનામુ આપી દીધું છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ગત ૧૦/૧૩/૨૦૨૨ ના રોજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે એસ કે વોરાની નિમણૂક કરવામાં આવી હતી. જેઓએ આ કેસમાંથી આજ રોજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે રાજીનામુ આપી દીધું છે. તેઓએ રાજીનામાં પાછળનું કારણ તેઓ રાજકોટના મુખ્ય સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા હોવાથી કામનું ભારણ વધારે હોવાનું જણાવ્યું છે. ત્યારે હવે આ કેસમાં નવા સ્પેશીયલ પીપી તરીકે કોના નામની જાહેરાત કરવામાં આવશે તે બાબત ચર્ચાનો વિષય બન્યો છે.