થોડા સમય અગાઉ મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને માળિયા મિયાણા તાલુકાના યુવા ભાજપ પ્રમુખ સાથેની ચર્ચાનો એક ઓડિયો સોશ્યલ મીડિયામાં વહેતો થયો હતો. જેમાં કાંતિલાલ અમૃતિયા કહેતા હતા કે, “કોંગ્રેસમાં હવે ક્યાં ગુંડા રહ્યા છે. બધા ભાજપમાં આવી ગયા છે” જે ઓડિયો કલીપ મામલે વેપારીને ” મારુ નામ ન આવવું જોઈ એમ કહી ઈસમે તેના સાત-આઠ મારતીયાઓ સાથે મળી વેપારી પર હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, થોડા સમય અગાઉ ધારાસભ્ય કાંતીલાલભાઇ અમૃતીયાની વાતચીતની ઓડીયો ક્લીપ સોશીયલ મીડીયામાં વાયરલ થયેલ હોય જે ઓડીયો ક્લીપ વાયરલ કરવા અંગે પોતાનુ નામ જાહેર નહીં કરવા બાબતે અમીતભાઇ દેવાભાઇ અવાડીયા (રહે. ભકિતનગર સર્કલ મોરબી બાયપાસ મોરબી) નામના શખ્સે ફરિયાદી પ્રજ્ઞેશભાઇ ઉર્ફે રઘો રમેશભાઇ ગોથી (રહે. રવાપર સીડેન્સી હરીદર્શન એપાર્ટમેન્ટ ફલેટ નં. ૭૦૨ રવાપર ઘુનડા રોડ મોરબી)ને ગત તા.૧૪/૦૭/ર૦૨૩ ના બપોરના સમયે રવાપર ચોકડી પાસે બોલાવી ઈસમે તેની સાથેના અજાણ્યા ઇસમો સાથે એક કાળા કલરની થાર તથા કાળા કલરની વરના નંબર પ્લેટ વગરની તથા બે એકટીવા મોટરસાઇકલમાં આવી ધોકા તથા લોખંડના પાઇપ વડે ફરીયાદીને ધોકા તથા લોખંડના પાઇપ વડે મુંઢ માર મારી ઇજા પહોંચાડી ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે આખરે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.