મોરબીમાં વર્ષ 2018 માં મોરબીનાં ગેંડા સર્કલ નજીક હળવદ પિક અપ સ્ટેન્ડથી નકલી ચલણી નોટો સાથે ચાર આરોપીઓ પકડાયા હતાજેનો મોરબી પ્રિન્સિપાલ ડિસટ્રિક્ટ કોર્ટમાં આજે કેસ ચાલી જતાં ચારેય આરોપીઓને શંકાનો લાભ આપી છોડી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસમાં 25/10/2017 ના રોડ મોરબી એલસીબી ટીમે ગોવિંદ હરજીભાઈ મહેશ્વરી,હર્ષદ રજનીકાંત દીવાની,મયુર હરિપ્રસાદ નિમાવત ,ઇમરાન કરિંમભાઈ સંધવાણી ,જયદીપ કૌશિકભાઈ જોશીને ભારતીય ચલણી નોટો
નોટ.2000 ના દરની 138 નંગ નોટ ,500 ના દર ની 482 નંગ નોટ,100 ના દરની 283 નંગ નોટ મળી કુલ નોટ 703 મળી કુલ કી.5,25,300- નો મુદ્દામાલ
સાથે પકડી પાડયા હતા જેમાં એલસીબી પીઆઈ દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસમથકમાં કલમ 489(A),(B),(C),(D) હેઠળ ગુનો નોંધ્યો હતો.
જેમાં અન્ય આરોપીઓને બાદ કરતાં ગોવિંદ હરજી મહેશ્વરી નામનો આરોપી સાત વર્ષ થી મોરબી જેલમાં બંધ છે ત્યારે આ કેસમાં મોરબી સેશન્સ કોર્ટે અંડર ટ્રાયલ કેસ ચલાવી ચારેય આરોપીઓને છ વર્ષે શંકાનો લાભ આપી છોડી મૂકવાનો આદેશ કર્યો હતો.આ કેસમાં વકીલ તરીકે સી ડી કારીયા,એચ.એન. મહેતા,ગોપાલ ઓઝા,જે. એ.ઓઝા,ફેનીલ ઓઝા સહિતના ધારાશાસ્ત્રીઓ રોકાયા હતા અને જુદા જુદા જજમેંટ રજુ કરી પોતાના અસીલ તરફે ધારદાર દલીલો કરી હતી જેમાં પુરાવાઓ અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તમામ આરોપીઓને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુંકમ કરવામાં આવ્યો હતો.