ઘણાં લોકો મેદસ્વીપણાથી પરેશાન હોય છે અને તેઓ ઝડપથી પોતાનું વજન ઘટાડવા માંગતા હોય છે. વજન ઘટાડવા માટે મોટાભાગના લોકો એક્સરસાઈઝ અને ડાયટને લઈને સતત મૂંઝવણમાં રહેતા હોય છે. ત્યારે મોરબી પોલીસ કર્મચારીઓ માટે આજે વજન ઘટાડવા માટે ડાયટ પ્લાન તેમજ ડેઇલી વર્કઆઉટ માટેના માર્ગદર્શન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમા કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે મોરબી જીલ્લા પોલીસ તંત્ર દ્વારા તમામ અધિકારી/કર્મચારીઓ માટે ઇન્ટીગ્રેટેડ હેલ્થ મેનેજમેન્ટ સ્કીમ અમલમા મુકી પોલીસ કર્મચારીઓની હેલ્થ ઉપર વધુ ફોકસ કરવામા આવ્યુ છે. જેમા ઓવરવેઇટ ધરાવતા પોલીસ કર્મચારીઓને શોર્ટલીસ્ટ કરી જેઓ વધુ પડતુ મેદસ્વીપણુ કે શારીરીક સ્થુળતા ધરાવતા હોય તેમજ કર્મચારીઓને વધુ પડતા વજનના કારણે શારીરીક તફલીફ પડતી હોય તેમજ વધુ રનીંગ કે કસરતો કરવામા તફ્લીફ પડતી હોય તેવા કર્મચારીઓ માટે મોરબી જિલ્લા એસ.પી.ના આજ્ઞાનુસાર ડી.વાય.એસ.પી.ના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓને વજન ઘટાડવા તેમજ યોગ્ય ડાઇટ પ્લાનીંગ કરી શકે સાથે પોતાની ફરજ પણ વ્યવસ્થીત નિભાવી શકે તે માટે ફિટનેશ ટ્રેનર અને વેઇટ લોસ્ટ નિષ્ણાંત ચંદ્રેશ પટેલ દ્વારા “ યોગાટા કલાસીસ” મોરબી ખાતે ડાયટ પ્લાન તેમજ ડેઇલી વર્કઆઉટ માટેના માર્ગદર્શન કેમ્પનુ આયોજન કરવામા આવેલ જેમા કર્મચારીઓને વજન ઘટાડવા માટે જરૂરી કસરતોનુ ડેમોસ્ટ્રેશન તથા ડાઇટ પ્લાન અંગેનુ માર્ગદર્શન આપવામા આવ્યું હતું.