મોરબી જિલ્લામાં આમ તો શ્રાવણ મહિના દરમિયાન જુગારની બદી ખૂબ જ જોવા મળતી હોય છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં શ્રાવણ પહેલાં જ જુગારીઓ સક્રિય થઈ ગયા છે ત્યારે પોલીસ પણ તેમને પકડવા માટે દોડધામ કરી રહી છે. ત્યારે ગઈકાલે મોરબી તાલુકા પોલીસે કાસા કોયલી ગામેથી ૬ અને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે કોસ્મો સીરામીક પાસેથી ૪ પતતાપ્રેમીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમને ગઈકાલે બાતમી મળી હતી કે, કાસા કોયલી ગામે લગ્ન સમીતી હોલ પાસે અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી ઝાડ નીચે જાહેરમાં ગંજી પતાના પાના અને પૈસા વતી પૈસાની હાર જીતનો તીનપતિનો જુગાર રમતા દિનેશભાઇ પુનાભાઇ ડાંગર (રહે. કાસા કોયલી તા.જી.મોરબી), ગોવિંદભાઇ હરજીભાઇ પનારા (રહે. રામગઢ(કોયલી) તા.જી.મોરબી), પરેશભાઇ દેવાભાઇ રાણીપા (રહે. કોયલી તા.જી.મોરબી), શૈલેશભાઇ સવજીભાઇ ઘોડાસરા (રહે. ખાનપર તા.જી.મોરબી), પ્રભુભાઇ તળશીભાઇ બાવરવા (રહે. રવાપર શ્રધ્ધા-૦૨ સોસાયટી તા.જી.મોરબી) તથા મુકેશભાઇ ધીરૂભાઇ પીપળીયા (રહે. નેસડા (ખાનપર) તા.જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂપીયા-૩૮,૭૦૦/-ઓ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં, મોરબી સીટી બી ડીવિઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, કોસ્મો સીરામીક સામે ખોડીયારપરા તરફ જતા રસ્તા પર રોડ કાંઠે અમુક ઈસમો જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી પ્રકાશભાઈ વીનોદભાઈ દેલવાણીયા (રહે.વીસીપરા કુલીનગર-૧ મોરબી), અનીલભાઈ અજયભાઈ મંદરીયા (રહે. વીસીપરા ખાદીભંડાર પાસે મોરબી), ધનશ્યામભાઈ ભગાભાઈ હળવદીયા (રહે.ઈંન્દીરાનગર ખોડીયાર મંદીર પાસે મોરબી-૨) તથા સાગરભાઈ રમેશભાઈ હળવદીયા (રહે.ઈંન્દીરાનગર ખોડીયાર મંદીર પાસે મોરબી-૨) નામના શખ્સોને રોકડા રૂપીયા-૫૧૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.