મોરબીમાં ગોકુલ મિનરલ્સના જનરલ મેનેજરે શેઠના કહેવાથી માલ મંગાવ્યો પરંતુ શેઠે માલની બાકી નીકળતી રકમની ચુકવણી ન કરતા ઈસમે કંપનીનાં જનરલ મેનેજર પાસેથી રૂપિયાની ઉઘરાણી ચાલુ કરી હતી. અને ફોનમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે કંટાળી જઈ મોરબીમાં ગોકુલ મિનરલ્સના જનરલ મેનેજરે પોતાના હાથમાં બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીની પાવનપાર્ક સોસાયટી, શેરી નં.૧,પ્લોટ નં.૨૨ ખાતે રહેતા અને મોરબીમાં ગોકુલ મિનરલ્સના જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા ભાવેશભાઈ પ્રેમજીભાઈ ગોહેલનું ગોકુલ મિનરલ્સમાં જરૂરી પડતા માલ-સામાન મંગાવી રીપેર કરવવાનુ કામ કરવાનું હોય ત્યારે શેઠ આનંદભાઈ કૈલાના કહેવાથી ભાવેશભાઈએ આરોપી મયુરભાઈ મુંધવા (રાધે એન્ટરપ્રાઈઝ જુના ઘુંટુ રોડ) પાસેથી રૂ.૭૦,૦૦૦/- ના બે બેલ્ટ ગોકુલ મિનરલ્સના નામના ચલણથી મંગાવેલ હોય જે બેલ્ટના પૈસા ગુકુલ મિનરલ્સના શેઠ આનંદભાઈએ આરોપીને નહી ચુકવતા આરોપીએ ફરિયાદીને અવાર-નવાર કારખાનના બાકી બીલ પૈસાની ઉઘરાણી બાબતે ફોન કરી ગાળો આપી ફોનમા જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદીએ આખરે કંટાળી જઈ પોતાની જાતે ડાબા હાથમા બ્લેડથી ચેકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે તેને સમયસર સારવાર મળી જતા તેનો જીવ બચ્યો હતો. ત્યારે સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.