મોરબીની બ્રહ્મ સમાજની સંગીતપ્રેમી બહેનોને પોતાના સુરીલા અવાજમાં ગાવાનો મોકો મળે અને પોતાની પ્રતિભાને રજૂ કરવા માટે એક પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી મોરબી જિલ્લા પ્રમુખનાં માર્ગદર્શનમાં કરાઓકે ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના પ્રમુખ ભરતભાઈ ઓઝા તેમજ મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટના માર્ગદર્શનમાં કરાઓકે ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મોરબી શહેરમાં વસતી સમસ્ત બ્રહ્મસમાજની કોઈ પણ બહેનો ભાગ લઇ શકશે. તેમજ ભાગ લેનારે પોતાનો વિડીયો ચેતનાબેન પંડ્યા 87338 22221 ને તા.04 ઓગસ્ટને શુક્રવાર સવારે 8 થી રાત્રિના 10 વાગ્યા સુધીમાં મોકલવાનો રહેશે. તેમજ કોઈ એન્ટ્રી ચાર્જ નથી. ભાગલેનારે એક જ હિન્દી ગીતનો બે થી ત્રણ મિનિટનો વિડીયો બનાવી મોકલવાનો રહેશે. સ્પર્ધકે પેહલા તેનું નામ ગામ ઉંમર બોલી ગીત સરૂ કરવું ઉંમર પ્રમાણે ત્રણ ગ્રુપ રાખેલા છે. જેમાં નિર્ણાયકનો નિર્ણય આખરી રહેશે. આ સ્પર્ધા જુનાગઢ શહેર મહિલા પાંખ અને સંહિતા મહિલા મંડળ યોજિત છે. તેમ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું.