આંખ સંબંધી સમસ્યાઓ આજકાલ વધી રહી છે. આંખમાં દુખાવો થવો, નંબર વધવા અથવા ચશ્મા આવવા, આંખોમાં બળતરા, આંખો લાલ થવી, આંખોમાંથી પાણી નીકળવું, આંખો પર સોજા આવવા વગેરે સમસ્યાઓ થાય છે. ત્યારે મોરબીમાં સેવાકીય પ્રવૃતિઓ માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આંખોના નિદાન માટે નો કેમ્પ યોજાયો હતો.
યંગ ઇન્ડિયા ગ્રૂપના જણાવ્યા અનુસાર, વર્તમાન સમયમા સમગ્ર રાજ્યમાં કંજક્ટિવાઇટિસ (આંખો આવવા)ના કેસોમાં ખુબ જ વધારો થયો છે. ત્યારે મોરબીમાં સેવાકીય પ્રવૃતિઓ માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા મોરબીના નાના અને મજૂરિયાત વર્ગના વિસ્તારોમા લોકોને આ વાઇરલ ઇન્ફેક્શનની સારવાર વિનામૂલ્યે મળી રહે તે હેતુથી આંખોના નિદાન અને સારવાર માટે કેમ્પ યોજાયો હતો. જેમાં આંખના જાણીતા સર્જન ડો.મેહુલ પનારાએ સેવા આપેલ હતી. આ કેમ્પમાં લગભગ ૩૪૮ જેટલા લોકોએ લાભ લીધેલ હતો. આ તકે યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર ડો. દેવેનભાઇ રબારીએ જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રૂપ કોઈપણ પરિસ્થિતિમાં લોકોને સેવા કરવા હંમેશા તત્પર રહે છે.