હરિયાણાના મેવાતના નુહમાં પરંપરાગત વ્રજ મંડળ યાત્રા પર જેહાદી તત્વો દ્વારા આયોજન બદ્ધ રીતે હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે આ ઘટનાના તેના વિરોધમાં હળવદ બજરંગદળ દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
હરિયાણાના મેવાતના નુંહમાં દર વર્ષે શ્રાવણ માસમાં ભગવાન શંકરના આશીર્વાદ લેવા ભક્તો મહાભારતના કાલથી ત્યાં સ્થિત પાંચ મંદિરોમાં આવે છે ,તારીખ ૩૧/૦૭/૨૦૨૩ ને સોમવારના રોજ હજારો ની સંખ્યા માં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવ્યા હતા. અચાનક શ્રદ્ધાળુ ઉપર જેહાદી માનસિકતા ધરાવનાર ઉપદ્રવિઓ દ્વારા યોજના બદ્ધ રીતે પથ્થર પેટ્રોલ બોમ્બ તેમજ ગોળીબાર કરી હુમલો કરવામાં આવેલ તેમજ ગાડીઓને આગ લગાવવામાં આવેલ, શ્રદ્ધાળુઓ જ્યાં પણ બચવા માટે ભાગવાનો પ્રયત્ન કરેલ ત્યાંથી પણ તેમની ઉપર હુમલો કરવામાં આવેલ હતો કેટલાક ભક્તોને નલહાડ મંદિરમાં શરણ લીધેલ પણ ત્યાં પણ જેહાદીઓએ હુમલો કરેલ હતો પોલીસ સ્ટેશનમાં શરણ લીધેલ ભક્તો ઉપર પણ હુમલો કરવામાં આવેલ ભક્તોને ગોળીઓ પણ વાગી હતી પોલીસ વાહનોને પણ જેહાદીઓ દ્વારા આગના હવાલે કરવામાં આવેલ , સંપૂર્ણ નૂહ માં અરાજકતાનો માહોલ ઉભો કરેલ હતો આ કોઈ સામાન્ય ઘટના નથી આ એક યોજનાબદ્ધ તૈયારી સાથે કરેલ હુમલો છે જેની પાછળ કેટલાક આતંકવાદી જેહાદી માનસિકતા ધરાવતા વિધર્મી નો હાથ છે આ ઘટનાની વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હળવદ પ્રખંડ નિંદા કરી અને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને આ ઘટનાના વિરોધમાં આજે સંપૂર્ણ દેશભરમાં બજરંગ દળ દ્વારા ધરણાં પ્રદર્શનનો નું આયોજન કરવામાં આવ્યું હતું અને ધરણાં પ્રદર્શનના માધ્યમથી કેન્દ્ર સરકાર પાસે માંગ કરી હતી તેમજ આવા જીહાદી ક્રુર માનસિકતા ધરાવનાર આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે સંપૂર્ણ મેવાત ક્ષેત્રને સીલ કરી કોમ્બિંગ કરી ધરપકડ કરવામાં આવે આ હુમલામાં બજરંગ દળના બે કાર્યકર્તાઓ તેમજ સમાજ ના બે અન્ય વ્યક્તિઓની નિર્મમ હત્યા થઈ છે એમના પરિવારજનોને આજીવન રાહત મળે તેવી સહાય તેમજ ઘાયલો ને પણ મેડિકલ તેમજ કેશ રૂપિયા મુવાબજા આપવામાં આવે જે ગાડીઓ નષ્ટ થઈ છે એમની ક્ષતિ પૂર્તિ થાય તેમ જ એક એક જેહાદીને પકડીને સખતમાં સખત ફાંસી ની સજા આપવામાં આવે જેથી હિન્દુ વિરોધી રાષ્ટ્ર વિરોધી આતંક ને રોકી શકાય . આ સાથે આવનાર દિવસો માં હિન્દુ તહેવારો ની શરૂઆત થનાર હોય,તો તેની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી આ કાર્યક્રમ માં હાજર સૌ ની સરકાર પાસે માંગ છે આ ધરણાં પ્રદર્શન માં હળવદ ના વિવિધ સામાજિક રાજકીય અને ધાર્મિક આગેવાનો તથા વેપારી અગ્રણીઓ હાજર રહ્યા હતા અને “ઇસ્લામિક આતંકવાદ નહિ સહેગા હિન્દુસ્તાન” , જય શ્રી રામ અને ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના નારા બોલાવી પોતાનો આક્રોશ વ્યક્ત કરેલ હતો.