Monday, November 18, 2024
HomeGujaratહરિયાણામાં વિહિપની વ્રજ મંડળ યાત્રા પર થયેલ હુમલાના પડઘા મોરબીમાં પડ્યા :...

હરિયાણામાં વિહિપની વ્રજ મંડળ યાત્રા પર થયેલ હુમલાના પડઘા મોરબીમાં પડ્યા : બજરંગદળ દ્વારા ધરણાં કરાયા

ગત સોમવારે હરિયાણાના નૂહ જિલ્લાના મેવાત વિસ્તારમાં વ્રજ મંડળ યાત્રા પર કેટલાંક તોફાનીઓએ પથ્થરમારો કર્યો અને કારને આગ લગાડ્યા પછી હિંસા ફાટી નીકળી હતી. જેના પડઘા હવે મોરબીમાં પડ્યા છે. જેહાદીઓ દ્વારા જે આયોજન બદ્ધ રીતે આતંકી હુમલો કરવામાં આવ્યો તેના વિરોધમાં હળવદ બજરંગદળ દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

બજરંગદળના જણાવ્યા અનુસાર, હરિયાણાના મેવાતના નુંહમાં દર વર્ષે શ્રાવણ માસમાં ભગવાન શંકરના આશીર્વાદ લેવા ભક્તો મહાભારતના કાલથી ત્યાં સ્થિત પાંચ મંદિરોમાં આવે છે, જેને લઈ ગત તા.31-7-23ને સોમવારના રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવ્યા હતા. અચાનક શ્રદ્ધાળુ ઉપર જેહાદી માનસિકતા ધરાવનાર ઉપદ્રવિઓ દ્વારા યોજના બદ્ધ રીતે પથ્થર પેટ્રોલ બોમ્બ તેમજ ગોળીબાર કરી હુમલો કરવામાં આવેલ તેમજ ગાડીઓને આગ લગાવવામાં આવેલ, શ્રદ્ધાળુઓ જ્યાં પણ બચવા માટે ભાગવાનો પ્રયત્ન કરેલ ત્યાંથી પણ તેમની ઉપર હુમલો કરવામાં આવેલ હતો. ભક્તોને ગોળીઓ પણ વાગી હતી. પોલીસ વાહનોને પણ જેહાદીઓ દ્વારા આગના હવાલે કરવામાં આવેલ, સંપૂર્ણ નૂહમાં અરાજકતાનો માહોલ ઉભો કરેલ હતો. આ ઘટનાની વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ હળવદ પ્રખંડ નિંદા કરે છે અને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને આ ઘટનાના વિરોધમાં આજે સંપૂર્ણ દેશભરમાં બજરંગ દળ દ્વારા ધરણાં પ્રદર્શનનોનું આયોજન કરવામાં આવેલ હતું અને ધરણાં પ્રદર્શનના માધ્યમથી કેન્દ્ર સરકારને માંગ કરવામાં આવી હતી કે, આવા જીહાદી ક્રુર માનસિકતા ધરાવનાર આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે સંપૂર્ણ મેવાત ક્ષેત્રને સીલ કરી કોમ્બિંગ કરી ધરપકડ કરવામાં આવે આ હુમલામાં બજરંગ દળના બે કાર્યકર્તાઓ તેમજ સમાજના બે અન્ય વ્યક્તિઓની નિર્મમ હત્યા થઈ છે એમના પરિવારજનોને આજીવન રાહત મળે તેવી સહાય તેમજ ઘાયલોને પણ મેડિકલ તેમજ કેસ રૂપિયા મુવાબજા આપવામાં આવે જે ગાડીઓ નષ્ટ થઈ છે એમની ક્ષતિ પૂર્તિ થાય તેમ જ એક એક જેહાદીને પકડીને સખતમાં સખત ફાંસીની સજા આપવામાં આવે જેથી હિન્દુ વિરોધી રાષ્ટ્ર વિરોધી આતંકને રોકી શકાય. આ સાથે આવનાર દિવસોમાં હિન્દુ તહેવારોની શરૂઆત થનાર હોય, તો તેની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરવામાં આવી છે. આ ધરણાં પ્રદર્શનમાં હળવદના વિવિધ સામાજિક રાજકીય અને ધાર્મિક આગેવાનો તથા વેપારી અગ્રણીઓ હાજર રહ્યા હતા અને “ઇસ્લામિક આતંકવાદ નહિ સહેગા હિન્દુસ્તાન” , જય શ્રી રામ અને ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના નારા બોલાવી પોતાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!