ટ્રાફિકના નિયમોના પાલન કરાવવા મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. તમામ નાગરિકો પાસે ટ્રાફિક નિયમોનું પાલન કરાવનાર પોલીસ વિભાગના અમુક કર્મચારીઓ જ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં બનાવો સામે આવતા જિલ્લાના તમામ પોલીસ અધિકારી/કર્મચારીઓને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ટ્રાફિકના નિયમોને લઇ મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પ્રજાની સાથે સાથે પોલીસને પણ નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે. તેમાં પ્રજાને ટ્રાફિક નિયમોનું પાલન કરાવતા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા જણાવાયું છે. તેમજ રાહુલ ત્રિપાઠીએ પરિપત્ર માં આપેલ સૂચનાઓ અને ટ્રાફિક નિયમોની ગંભીરતા પૂર્વક નોંધ લઇ દરરોજ ત્રણવાર પોલીસકર્મીઓને સૂચના આપવા અનુરોધ કરી સ્ટેશન ડાયરીમાં નોંધ કરવા જણાવવામાં આવ્યું છે. અને જો કોઈ પોલીસ કર્મી કે અધિકારી નિયમોનો ભંગ કરે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી એસપી કચેરીને રિપોર્ટ કરવા પણ આદેશ કરાયો છે.