વાંકાનેરમાં વધુ એક મહિલાને માર મારવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જેમાં મહિલા મચ્છુ નદિ પાસે કપડાં ધોતી હોય ત્યારે એક શખ્સ પોતાનુ મોટરસાઇકલ નદીમાં જતા મહિલાએ ત્યાં જવાની ના પાડતા ઉશ્કેરાયેલ ઈસમ સહીત ચાર શખ્સોએ મહિલા પર હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં ભાટીયા સોસાયટી રાજગોર સમાજની વાડી સામે ચન્દ્રપુર પાસે રહેતા જસ્મીનબેન શક્તિભાઇ ઝાલાવાડીયા નામના મહિલા વાંકાનેર સીટી સ્ટેશન રોડ આગળ આવેલ મચ્છુ નદિમા કપડા ધોવા ગયેલ ત્યારે હશનભાઇ નામના શખ્સે પોતાનું મોટર સાઇકલ લઇ નદીમા જતા મહિલાએ ના પાડતા શખ્સને સારૂ નહી લાગતા ગાળો આપી લોખંડના પાઈપ વતી મહિલાને માર માર્યો હતો. તેમજ હશનભાઇના પત્નિ, હશનભાઇના માતા તથા એક અજાણ્યા શખ્સને આ બાબતની જાણ થતા તેઓએ સ્થળ પર આવી ફરિયાદીને ગાળો આપી વાળ પકડી વીખોડીયા ભરી મુંઢમાર માર મારતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.