વાંકાનેર તાલુકા ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં આવેલ IYOTA ટાઇલ્સ કંપનીના લેબર ક્વાર્ટરમાંથી નાર્કોટીક્સ પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક પરપ્રાંતિય ઇસમને મોરબી એસ.ઓ.જી.ની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એસ.ઓ.જી.ની ટીમને બાતમી મળી હતી કે, મનોજ પ્રફુલ ગોપએ (મુળ રહેવાસી ઝારખંડ અને હાલ રહેવાસી વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં આયોટા ટાઇલ્સના લેબર કવાટરની ઉપરના માળની દાદરા ચડતા પશ્ચિમ દીશા તરફ આવેલ ત્રીજા નંબરની રૂમમાં) હાલમાં ગાંજાનો જથ્થો રાખેલ છે અને તે ખાનગીમાં આ ગાંજાનુ વેચાણ કરે છે. જે મળેલ બાતમીનાં આધારે મોરબી એસ.ઓ.જી.ની ટીમ દ્વારા રેઇડ કરવામાં આવતા મનોજ પ્રફુલ ગોપ નામનો ઈસમ નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજાનાં ૧ કિલો ૬૭૫ ગ્રામનાં રૂ.૧૬,૭૫૦/-નાં જથ્થા તથા એક મોબાઈલ મળી કુલ રૂ.૧૭,૬૫૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૨૦(બી) મુજબની કાર્યવાહી કરી ઇસમની ધોરણસર અટક કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.