Tuesday, November 19, 2024
HomeGujaratજુગારીઓની બાજી પલટી નાખતી મોરબી પોલીસ: છ સ્થળોએથી ૩૪ પત્તાપ્રેમીઓ ઝડપાયા:પાંચ ફરાર

જુગારીઓની બાજી પલટી નાખતી મોરબી પોલીસ: છ સ્થળોએથી ૩૪ પત્તાપ્રેમીઓ ઝડપાયા:પાંચ ફરાર

મોરબી જિલ્લામાં આમ તો શ્રાવણ મહિના દરમિયાન જુગારની બદી ખૂબ જ જોવા મળતી હોય છે. પરંતુ જુગારીઓ શ્રાવણ માસ પૂર્વે જ એક્ટિવ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે છ સ્થળોએ રેઈડ કરી કુલ ૩૪ પત્તાપ્રેમીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે ૫ ઈસમો ફરાર થઈ જતા તેમને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઇન્દીરાનગર પાણીના ટાંકા પાસે ગ્રાઉન્ડમાં જુગાર રમતા શામજીભાઇ બાબુભાઇ વાઘાણી (રહે.ઇન્દીરાનગર નાથાભાઇની મેડી પાછળ મોરબી-૨), અજયભાઇ ગેલુભાઇ સીતાપરા(રહે.ઇન્દીરાનગર નવઘણભાઇની દુકાનની બાજુમાં મોરબી-૨) તથા અમીતભાઇ નવઘણભાઇ આત્રેસા (રહે.ઇન્દીરાનગર મોરબી-૨) નામના શખ્સોને રોકડા રકમ રૂ-૪૫૬૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે બીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસે નવા મકનસર ગામ, મેઇન શેરીમાં જુગાર રમતા રાહુલભાઇ હકાભાઇ બાબરીયા (રહે. નવા મકનસર પાણીના ટાંકા પાસે તા.જી.મોરબી), હરેશભાઇ મનુભાઇ બાબરીયા (રહે. નવા મકનસર તા.જી.મોરબી), વિશાલભાઇ ટીકુભાઇ દેગામા (રહે.નવા મકનસર તા.જી.મોરબી), વિવેકભાઇ દુવરાજભાઇ બાબરીયા (રહે.નવામકનસર તા.જી.મોરબી), દેવજીભાઇ ભાણજીભાઇ થરેસા (રહે. નવા મકનસર તા.જી.મોરબી), કિશોરભાઇ વીરજીભાઇ સારલા (રહે.નવા મકનસર તા.જી.મોરબી) તથા અજીતભાઇ બચુભાઇ બાબરીયા (રહે.નવા મકનસર તા.જી.મોરબી) નામના શખ્સોને રોકડા રૂ.૧૫,૫૦૦/- ના મુદ્દામાલ સાથેપકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસે વાલાસણ ગામથી જીવાપર ગામ તરફ જવાના કાચા રસ્તે જુગાર રમતા અશોકભાઈ અમરશીભાઈ ફુલતરીયા (રહે વાલાસણ તા.વાંકાનેર જી.મોરબી), દિપકભાઈ મુળજીભાઈ ફુલતરીયા (રહે વાલાસણ તા.વાંકાનેર જી.મોરબી), સંજયભાઈ અમરશીભાઈ ફુલતરીયા (રહે.વાલાસણ તા.વાંકાનેર જી.મોરબી), કરણભાઈ અશોકભાઈ ફુલતરીયા (રહે. વાલાસણ તા.વાંકાનેર જી.મોરબી), તોફાનભાઈ બચુભાઈ ફુલતરીયા (રહે.વાલાસણ તા.વાંકાનેર જી.મોરબી), વિશાલભાઈ અશોકભાઈ ફુલતરીયા (રહે.વાલાસણ તા.વાંકાનેર જી.મોરબી), અનીલભાઈ ચંદુભાઈ ફુલતરીયા (રહે.વાલાસણ તા.વાંકાનેર જી.મોરબી) તથા પીંન્ટુભાઈ માનસીંગભાઈ ફુલતરીયા (રહે.વાલાસણ તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૧૬૬૫/- કબ્જે કરવામાં આવ્યા હતા.

જયારે ચોથા દરોડામાં, માળીયા મી. પોલીસેટ મોટા દહીંસરા ગામે કોળી વાસમા રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા લખમણગીરી ભીખુગીરી ગોસાઇ (રહે.મોટા દહીંસરા તા માળીયા મી. જી. મોરબી), વિવેકભાઇ વિનોદભાઇ ગોસાઇ (રહે.મોટાદહીંસરા તા.માળીયા મી. જી. મોરબી), જયદીપભાઇ તખુભાઇ ધંધુકીયા (રહે.મોટા દહીંસરા, કોળી વાસ તા માળીયા મી. જી. મોરબી), કીરીટભાઇ અમ્રુતલાલ રાણપરા (રહે.મોટા દહીંસરા તા માળીયા મી. જી. મોરબી), દિનેશભાઇ છગનભાઇ ઇંદરીયા (રહે.મોટા દહીંસરા તા માળીયા મી. જી. મોરબી), મહીપાલસિંહ મંગળસિંહ જાડેજા (રહે.મોટા દહીંસરા તા.માળીયા મી. જી.મોરબી) તથા સવાભાઇ વશરામભાઇ બોરીચા (રહે.મોટા દહીંસરા તા.માળીયા મી. જી.મોરબી.) નામના શખ્સોને રોકડા રૂપીયા-૧૬,૩૪૦/-ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાંચમા દરોડામાં, હળવદ પોલીસે ડુંગરપુર ગામે ખોડીયાર માતાજીના મંદિર પાસે જુગાર રમતા ડાયાભાઇ વેરસીભાઇ વિઠલાપરા (રહે. ડુંગરપુર ગામ, તા.હળવદ જી.મોરબી), મનસુખભાઇ સોમાભાઇ મારવણીયા (રહે. ડુંગરપુર ગામ, તા.હળવદ જી.મોરબી), માત્રાભાઇ માધાભાઇ ભુંડીયા (રહે. ડુંગરપુર ગામ, તા.હળવદ જી.મોરબી), રસીકભાઇ કુકાભાઇ વિઠલાપરા (રહે. ડુંગરપુર ગામ, તા.હળવદ જી.મોરબી), કુકાભાઇ સોમાભાઇ દલસાણીયા (રહે. ડુંગરપુર ગામ, તા.હળવદ જી.મોરબી) તથા વિજયભાઇ ઉર્ફે કાળુ શાંતીલાલ મારવણીયા (રહે. ડુંગરપુર ગામ, તા.હળવદ જી.મોરબી) નામના શખ્સોને કુલ રૂ.૧૦,૨૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. જયારે પોલીસને આવતી જોઈ જતા રતીભાઇ ભાનુભાઇ આકરીયા (રહે. ડુંગરપુર તા.હળવદ જી.મોરબી), ભોજાભાઇ વજાભાઇ આકરીયા (રહે. ડુંગરપુર તા.હળવદ જી.મોરબી), ભાવેશભાઇ વસ્તાભાઇ વિઠલાપરા (રહે, ડુંગરપુર તા.હળવદ જી.મોરબી), રાજેશભાઇ પ્રેમજીભાઇ ઇંદરીયા (રહે. ડુંગરપુર ગામ, તા.હળવદ જી.મોરબી) તથા ગોપાલભાઇ ગોરધનભાઇ કુકાવાવા (રહે. ડુંગરપુર ગામ, તા.હળવદ જી.મોરબી) નામના શખ્સો પલાયન થઇ જતા તેમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જયારે છઠ્ઠા દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઇન્દિરાનગર-૨ ખોડિયારમાંના મંદિર વાળી શેરી વિસ્તારમાં જુગાર રમતા હિતેષભાઇ બાબુભાઇ મુછડીયા (રહે.ઇન્દિરાનગર ખોડીયાર મંદિરવાળી શેરીમાં મોરબી), સચીનભાઇ ધીરૂભાઇ સોલંકી (રહે.ઇન્દિરાનગર-૨ હનુમાન મંદિર પાસે મોરબી), ગૈાતમભાઇ ભાવેશભાઇ પરમાર (રહે.ઇન્દિરાનગર-૨ ખોડિયારમાંના મંદિરના ચોક પાસે મોરબી), મુકેશભાઇ નાનજીભાઇ મકવાણા (રહે.ઇન્દિરાનગર ખોડીયાર મંદિર વાળી શેરી મોરબી), વિપુલભાઇ ઉર્ફે અશોકભાઇ મુળજીભાઇ ચાવડા (રહે.બૈાધનગર સોસાયટી ફીલ્ટર હાઉસ પાસે મોરબી-૨) તથા મહેશભાઇ અરજણભાઇ પરમાર (રહે.બૈાધનગર ફીલ્ટરહાઉસ પાસે મોરબી) નામના શખ્સોને રોકડા રૂ.૧૪,૪૩૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!