મોરબીમાં આપઘાત અને અકસ્માતોનાં બનાવો માજા મૂકી રહ્યાં છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લામાં એક જ દિવસમાં છ અકાળે મોતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા.
પ્રથમ બનાવમાં, મોરબીનાં ઉમા સોસાયટી પંચાસર રોડ ખાતે રહેતા હિતેષભાઇ નરભેરામભાઇ કાનાણીને છેલ્લા આઠેક મહિનાથી કેન્સરની બિમારી હોય જે ગઈકાલે તા.૦૨/૦૮/૨૦૨૩ ના આઠેક વાગ્યે ગભરામણ થતા સત્યામ હોસ્પિટલ મોરબી ખાતે સારવારમાં ખસેડવામા આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે કિષ્ના હોસ્પિટલ મોરબીમા લઈ ગયેલ અને ત્યાથી એમ્યુલન્સ મારફતે મોરબી સરકારી હોસ્પિટલમાં લાવતા હાજર ડોક્ટરે જોઇ તપાસી યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.
બીજા બનાવમાં, મોરબીનાં નવલખી રોડ સેન્ટમેરી સ્કુલના ગેઈટ પાસે રહેતા રીટાબેન સંજયભાઇ ડાભીને દોઢેક વર્ષથી ગર્ભાશયની બીમારીના કારણે પેટમા ગાંઠ થયેલ અને તેનુ ઓપરેશન કરાવેલ તેમ છતા ફરી થોડા દિવસ બાદ ગર્ભાશયમા ગાંઠ થયેલનુ ડોકટરે જણાવેલ અને તેની દવા ચાલુ હોય દરમ્યાન ગત તા-૦૧/૦૮/૨૦૨૩ ના રોજ સાંજના નવેક વાગ્યાના અરસામા મહિલાને પેટમા દુખાવો ઉપડતા તેને મોરબી સરકારી લઇ જતા ટુંકી સારવાર બાદ મોત નિપજતાં ફરજ પરનાં ડોકટરે મહિલાને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.
ત્રીજા બનાવમાં, ગીતાબેન કીડીયાભાઇ ઉર્ફે કાળુભાઇ મેડા (રહે-હાલ હરીપર (કેરાળા) ગામની સીમમા આવેલ ઉમેશભાઇ ખીમજીભાઇ ચારોલા જાતે પટેલની વાડીએ મુળરહે-ગ્વાલમાગરી પંચાયત પાચપીપલીયા તા-ગલવાની જી.ધાર રાજય એમ.પી) નામની મહિલા ગત તા.૦૧/૦૮/૨૦૨૩નાં રોજ અગમ્ય કારણોસર બેભાન થઈ જતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યા હતા અને સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી હતી.
ચોથા બનાવમાં, વાંકાનેરના સનપાર્ક સીરામીક માટેલ રોડ ખાતે રહેતો બબલુભાઇ લખનભાઇ મારડી નામનો યુવક ગઈકાલે સનપાર્ક સીરામીક માટેલ રોડ ઢુવા ચોકી ખાતે પોતાના ઘરે સુતો હતો તે દરમ્યાન અગમ્ય કારણોસર શ્વાસ બંધ થઇ જતા રિક્ષામાં મોરબી સરકારી હોસ્પીટલમાં લાવતા ફરજ પરના ડોકટરે યુવકને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
પાંચમાં બનાવમાં, વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડ આવાસના ક્વાટરનમાં રહેતા પ્રવિણભાઇ રામજીભાઇ રાઠોડ ગત તા.૦૧/૦૮/૨૦૨૩નાં રોજ પોતે ઘરની બહાર ખાટલામાં સુતો તે વખતે કોઇ ઝેરી જનાવર કરડી જતા પ્રથમ વાંકાનેરા સરકારી દવાખાને સારવાર લઈ વધુ સાઅરવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં લઈ જતાં ત્યાં ટુંકી સારવાર બાદ મોત નિપજતાં ફરજ પરનાં ડોકટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન માં અકાળે મોતની નોંધ કરવામાં આવી હતી.
છઠ્ઠા બનાવમાં,વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગઈકાલે એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. જેને લઇ તેમના મૃતદેહને એમ અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી હતી.