મોરબી ના ધારાસભ્ય દ્વારા અવર નવાર અવનવા મુદ્દે વિડિયો જાહેર કરવામાં આવે છે તેમજ ઓડિયો પણ એક વાયરલ થયો હતો જેને ટાંકીને કોંગ્રેસ દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો છે.
જેમાં જણાવ્યું છે કે મોરબી શહેર ની પ્રજા પાલિકા પાસે પ્રાથમિક સુવિધા ઓ માંગે છે તમારા લૂખા અધર તાલ જેવા ખોટા વચનો નહિ.નક્કર કામગીરી કરવામાં આવે તેમ પ્રજા ઇચ્છે છે.આપ આપના આત્મા ને પૂછી જોવો કે તમે છેલા 25 વરસ થયા મોરબી ના ધારા સભ્ય છો તમે 25 વરસ માં મોરબી ની પ્રજા ની સુવિધા માટે શું કર્યું? 1995માં નગરપાલિકા ને મકાન માર્ગ વિભાગ મારફત બનાવેલ ભૂગર્ભ ગટર તૈયાર કે ટેસ્ટીગ થયા વગર પધરાવવામાં આવી તેમાં પણ તમારી ભૂમિકા મહત્વની હતી.મોરબીમાં ધરતીકંપ આવિયો અને ભૂગર્ભ ગટર ની ચેમ્બર તૂટી ગયેલ તે આજ સુધી બનાવવા માં આવેલ નથી.પાણી નો નિકાલ બંધ થયેલ છે.નવી ભૂગર્ભ ગટર બનાવવામાં આવેલ તે હજુ સુધી પૂર્ણરૂપ કાર્યરત થયેલ નથી અને જે નવી બનાવેલ ગટર ને પણ જૂની ગટર ની ચેમ્બર સાથે જોડી દેવા માં આવેલ છે એક તો નાના પાઇપ ચેનાઈ માટી ના નાખેલ એ પણ લાઈન લેવલ વગર ના નાખી દેવા માં આવેલ છે તે પણ આપના ઘ્યાન માં હસે.
આપ મોરબી ની પ્રજા ને દિન પ્રતિદિન ખાલી વચનો આપી મન મનાવી રહેલ છો કારણ આપના વિડિયો ઓડિયો માં જે આપ વાત કરો છો એ પ્રમાણે આપ જમીન ઉપર કામગીરી ઉતારતા નથી એ પણ મોરબી ની પ્રજા જાણે છે.તમે લોકો ને મુરખ બનવા માટે અને નગરપાલિકા કામ કરવા માં નિષ્ફળ ગયેલ છે એ તમો સમજવા ને બદલે તમે પ્રજા ઉપર આક્ષેપ કરો છો કે કોઈ માણસો ભુગર્ભ કુંડી માં કોથળા નાખી ને ગટર ઉભારવે છે. સાવ બાલિશ વાતો કરી રહ્યા છો જો કોઈ કુંડી માં કોથળા નાખતા હોય અને તેની આપ ને ખબર હોય તો પગલાં કેમ લેતા નથી?
તમે પણ સમજો છો કે તમારા ભાજપ પક્ષની નગરપાલિકા માં પ્રજાના પેસા નો બેફામ ભ્રષ્ટાચાર થયેલ છે અને પાલિકા ના પ્રમુખ કે.કે પરમારે પોતાને મળેલ અઘિકાર નો બેફામ ગેરઉપયોગ કરી 45 ડી ની કલમ હેઠળ લાખો રૂપિયા ઉડાવેલ છે જે જનરલ બોર્ડ માં મજૂર પણ નથી થયા તો આ પ્રજા ના ટેક્ષ ના પેસા ક્યારે વસૂલ કરસો?અને ભ્રષ્ટાચાર એવો સામે ક્યારે કડક કાર્યવાહી કરશો? તે જણાવો.બાકી આપ આપના અધિકારી મારફત આપના મો ની વાતો નો વિડિયો ઓડિય માં બોલાવો છો તે કેટલી હદે વ્યાજબી છે?આજ મોરબી નીં પ્રજા આપના માર્ગદર્શન નીચે ચાલતી પાલિકા ના વહીવટ થી તંગ આવી ગયેલ છે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ના તળાવ ભરેલા છે, શેરીગલી માં અંધકાર, રોડ રસ્તા ઉપર ખાડાઓની ભરમાર,ઉભરાતી ગટરો ના ગંદા પાણી ના વહેણ વહે છે ,કચરા ઓ થી રોડ રસ્તા ઉભરાય છે રોગચાળો માઝા મૂકે તે પહેલાં મોરબી શહેર ને સાફ સુત્રરું બનાવો બાકી વારંવાર ઓડિયો વીડિયો બહાર પડી મોરબી ની ટેક્ષ ભરતી સોબર પ્રજાની બનાવટના કરો પ્રજા ની સુવિધા માટે વારંવાર મુદત નથી જોઇતી નક્કર કામગીરી કરી બતાવો તેમ મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી અને મોરબી શહેર કોગ્રેસ ના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીએ જણાવ્યું હતું.