મોરબી હિન્દુ યુવા વાહિનીગૌરક્ષકો અને ચોટીલા ગૌરક્ષક તથા જીવ દયા પ્રેમી દ્વારા વાંકાનેરથી અમદાવાદ તરફ જતી શંકાસ્પદ આઇસરને ઉભો રાખી તપાસ કરતા અંદરથી ગેરકાયદે કતલખાને લઇ જવાતાં 10 પશુઓને બચાવી લીધા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, બનાવમાં ફિલ્મી ઢબે આઇસરનો પીછો કરી તેને રોકવામાં આવી હતી અને વાહન ચાલકને પકડી પોલીસને સોંપવામાં આવ્યો હતો.
જીવદયા પ્રેમીઓના જણાવ્યા અનુસાર, ચોટીલા ગૌરક્ષક ટીમને અને હિન્દુ યુવા વાહિનીના સભ્યોને બાતમી મળી હતી કે, આઈસર ગાડીમાં વાંકાનેરથી અમદાવાદ તરફ ગેરકાયદેસર કતલખાને 10 પશુઓને લઈ જવામાં આવી રહ્યા છે. જેથી મોરબી હિન્દુ યુવા વાહિની ચોટીલા ગૌરક્ષકોની ટીમ દ્વારા GJ-08-W-0289 નંબરની આઇસરને ગત રાત્રીના સમયે ચોટીલા પાસે પસાર થતા તેનો પીછો કરીને રોકવામાં આવી હતી અને તપાસ કરતાં આઈસરમાં ભેસો અને પશુઓ ગેરકાયદે લઈ જવાતા હોવાનું ખુલ્યું હતું. તેથી ચોટીલાનાં જાબાજ ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ, મોરબી હિન્દુ યુવા વાહિની જિલ્લા અધ્યક્ષ અખિલ વિશ્વ ગૌસ્વાવર્ધન પરિષદ દિલ્હીના ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કે.બી બોરીચા દ્વારા વાહનના ચાલકોને પકડીને પોલીસને સોંપ્યા હતા અને ચોટીલા ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અને ચોટીલાના પાંજરાપોળમા 10 જીવોને મુકવામાં આવ્યા હતા. આ કામગીરીમાં ચોટીલા પોલીસ અધિકારી પોલીસ સ્ટાપ દ્વારા સારો એવો સહયોગ આપવામાં આવ્યો હતો. તેમજ આ કામગીરીમાં હિન્દુ યુવા વાહીની મોરબી જિલ્લા અધ્યક્ષ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કે.બી. બોરીચા, હિન્દુ યુવા વાહિની મોરબી શહેર પ્રમુખ ચેતનભાઈ પાટડીયા, હરેશભાઈ ચૌહાણ, ચોટીલા અખિલ વિશ્વ ગૌશાલ પરિષદ દિલ્હીના ગૌરક્ષક દલસુખભાઈ (ચોટીલા), અનિલભાઈ મહેશભાઈ (ચોટીલા), પ્રશાંતભાઈ જીવ દયા ગૌરક્ષક જયનભાઈ અજયભાઈ પરમાર, પાર્થભાઈ ગૌરક્ષક (મોરબી), દિનેશભાઈ (એવીજીપી દિલ્હી), હિરેનભાઈ વ્યાસ (મોરબી), રઘુભાઈ ભરવાડ (મોરબી), ગજેન્દ્રભાઈ બાબરા (મોરબી), દીપુભાઈ વાઘેલા (જસદણ), ભરતભાઈ સોનગરા (મોરબી),જેકીભાઈ આહીર, હિતરાજસિંહ પરમાર તથા હર્ષભાઈ મુકેશભાઈ જોડાયા હતા અને પશુઓને કતલખાને જતાં બચાવાયા હતા.