મોરબીમાં જુગાર રમતા ઈસમો પકડાવવાં સિલસિલો ચાલુ છે. પોલીસ તંત્ર દ્વારા એક બાદ એક જુગારધામ પર રેઈડ કરી જુગારીઓને જુગાર રમતા રંગે હાથ પકડી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે ફરી મોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએ રેઇડ કરી ૨૧ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા. જયારે ૩ શખ્સો ફરાર થઈ જતા તેમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોચી શેરી હનુમાનજી મંદીર નજીક અમુક ઈસમો જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન-પતીનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી કિશનભાઇ રમેશભાઇ કૈલા (રહે.મોરબી મોચીશેરી હનુમાનજી મંદીર પાસે), પંકજભાઇ ઉર્ફે બકો નારણભાઇ કૈલા (રહે.મોરબી મોચીશેરી હનુમાનજી મંદીર પાસે), લાલાભાઇ નરશીભાઇ મારૂ (રહે.મોરબી વીશીપરા ગુલાબનગર), વિજયભાઇ નાગજીભાઇ રાવા (રહે.મોરબી વીશીપરા હાઉસીંગ બોર્ડ), વિજયભાઇ મૈયાભાઇ રાતડીયા (રહે.મોરબી ભરવાડશેરી), રાકેશભાઇ બુધાભાઇ રાવ (રહે.મોરબી મહેન્દ્રડ્રાઇવ રોડ અશોકાલય ઢાળ પાસે), તથા દિપકભાઇ મનોજભાઇ રાતડીયા (રહે.મોરબી ગઢનીરાંગ મોચીચોક) નામના શખ્સોને રૂ.૨૧,૭૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, સાપર ગામે રાજબાઇમાંના મંદિર પાસે, સ્ટ્રીટ લાઇટના અંજવાળે અમુક શખ્સો ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી નવઘણભાઇ ઉફૈ નોંધો દિનેશભાઇ હમીરપરા (રહે શાપર કબસ્તાનની બાજુ માંબાજુમા તા. જી. મોરબી), નરેશભાઇ દુર્લભજીભાઇ સાતલીયા (રહે-જેતપર ગામ તા.જી.મોરબી), સુનિલભાઇ ઉર્ફે ભંગારીયો કુકાભાઇ દેગામા (રહે-જેતપર જુના જીનની સામે તા.જી.મોરબી), દયારામ હરીલાલ હમીરપરા (રહે-જેતપર તા.જી.મોરબી), વિષ્ણુભાઇ જશાભાઇ ગડેસીયા (રહે-જેતપર તા.જી.મોરબી), જેરામભાઇ વલ્લભભાઇ હમીરપરા (રહે-જેતપર તા.જી.મોરબી), વેલજીભાઇ ચંદુભાઇ અઘારા (રહે-શાપર તા.જી.મોરબી), લલીતભાઇ મેરૂભાઇ હમીરપરા (રહે-સાપર તા.જી.મોરબી), ભોલાભાઇ દિનેશભાઇ અઘારા (રહે-સાપર તા.જી.મોરબી) તથા કાળુભાઇ રમેશભાઇ હમીરપરા (રહે-સાપર તા.જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૪૨,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે પોલીસને આવતી જોઈ જતા કિરીટભાઇ બાબુભાઇ અગેચણીયા (રહે-વિશીપરા મોરબી), અક્ષય બાબુભાઇ અગેચણીયા (રહે-વિશીપરા મોરબી) તથા ધમેન્દ્રભાઇ ગોકળભાઇ અગેચણીયા (રહે–જેતપર મોરબી) નામના શખ્સો ફરાર થયા હતા. જેઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ત્રીજા બનાવમાં, મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે રાજપર ગામ મફતીયા પરામાં શેરીમાં રેઈડ કરી સોનલબેન ગણેશભાઇ પરસુંડા (રહે. રાજપર ગામ મફતીયા પરામાં તા.જી.મોરબી), કુંદનબેન ભાવેશભાઇ પિત્રોડા (રહે. રાજપર ગામ તા.જી.મોરબી), સવિતાબેન ગોરધનભાઇ જોગડીયા (રહે. રાજપર ગામ મફતીયા પરામાં તા.જી.મોરબી) તથા જાનકીબેન ગણેશભાઇ પરસુંડા (રહે. રાજપર ગામ મફતીયા પરામાં તા.જી.મોરબી) નામના મહિલાઓને ગંજીપત્તાના પાના તથા પૈસા વડે હારજીતનો તીન પતીનો જુગાર રમતા પકડી રંગે હાથ પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂપીયા- ૮૧૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે,