મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે વધુ ત્રણ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઈસમોની અટકાયત કરી છે.
પ્રથમ દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, પીપળી ગામ શિવપાર્ક સોસાયટીની સામે વિદેશી દારૂનું વેચાણ થાય છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી પીપળી ગામ શિવપાર્ક સોસાયટીની સામેથી સાહિલભાઇ રણછોડભાઇ ઠાકોર (રહે-શિવપાર્ક પીપળી ગામ તા.જી.મોરબી મુળ રહે-પઠાની ચાલી રેલવે સ્ટેશનની બાજુમાં કડી તા-કડી જી.મહેસાણા) નામના શખ્સને ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.૦૧ કલેકશન વ્હીસ્કીની રૂ ૩૦૦૦/-ની કિંમતની ૦૮ બોટલો સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના પીપળી ગામ, ત્રિલોકધામ સોસાયટી પાસે રોડ ઉપર વિદેશી દારૂનું ચોરી છુપીથી વેચાણ થાય છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી ભરતભાઇ સવજીભાઇ સુંડાણી (રહે. હાલ-ત્રિલોકધામ સોસાયટી, પીપળી ગામ, તા.જી.મોરબી, મુળ રહે. કીડી, તા.હળવદ, જી.મોરબી) નામના શખ્સને ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.૦૧ ડીલક્ષ વ્હીસ્કીની રૂ.૧૫૦૦/-ની કિંમતની ૦૪ બોટલો સાથે રંગે હાથ પકડી પાડી આરોપીની અટકાયત કરી છે.
ત્રીજા દરોડામાં, હળવદ પોલીસની ટીમે બાતમીના આધારે હળવદ ભવાનીનગર ઢોરો રામદેવપીરના મંદિર સામે ગલીમાં ચિરાગ સુરેશભાઇ બાબરીયાના રહેણાંક મકાને રેઈડ કરી ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની મેકડોવેલ્સ નંબર ૧ ડિલકક્ષ વિસ્કીની ૧૨૦ બોટલો જેની એક બોટલની કિંમત રૂ.૩૭૫/- લેખે ગણી રૂ.૪૫,૦૦૦/-નો મુદ્દામાલ કેબેજ કર્યો છે. અને વિશાલ ઉર્ફે ભોડી પ્રવિણભાઇ બાબરીયા (રહે.હળવદ, ધ્રાંગધ્રા દરવાજા અંદર, રવેચી માતાજીના મઢ પાસે) નામના શખ્સની અટકાયત કરી છે. જયારે તેના ભાગીદાર કિશન ઉર્ફે કાળુ પ્રવિણભાઇ બાબરીયા (રહે.હળવદ, ધ્રાંગધ્રા દરવાજા અંદર, રવેચી માતાજીના મઢ પાસે) તથા ચિરાગ સુરેશભાઇ બાબરીયા (રહે. ભવાનીનગર ઢોરો, રામદેવપિરના મંદિર સામે, ગલીમાં હળવદ) સ્થળ પર હાજર મળી ન આવતા તેમને વોન્ટેડ જાહેર કરી ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.