બીએસ – 6 વાહનો થકી પર્યાવરણમાં પ્રદૂષણ ઘટશે. બ્રેક ડાઉન નીલ થશે, નોઇસ પોલ્યુશન ઘટશે સાથે મુસાફરો અત્યાધુનિક સુવિધા સાથે આરામ દાયક મુસાફરી કરી શકશે. જેવા કારણોને ધ્યાને લઇ રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ટાઈપ એપ્રુઅલ વાળા વાહનોને માન્ય કંપનીઓની કીટ ફિટ કરવા છૂટ આપતા મોરબીમાં બે મહિનામાં જ અનેક વાહનોને સીએનજીની મંજૂરી મળી છે.
મળતી માહિતી અનુસાર, છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી સરકાર દ્વારા નવા બીએસ-6 પ્રકારના વાહનોમાં બજારમાંથી સીએનજી કીટ ફિટિંગને આરટીઓ માન્યતા આપવાનું બંધ કરી દેવામાં આવી હતી. જેના કારણે લોકો કંપની ફિટિંગ સીએનજી વાહનો ખરીદવા મજબુર બન્યા હતા. તેમ છતાં કેટલાક વાહનો આરટીઓ માન્યતા ન હોવા છતાં પણ ગુપચુપ રીતે પોતાના વાહનમાં સસ્તા ઇંધણના વિકલ્પ રૂપે સીએનજી કીટ ફિટ કરાવતા હોવાનું પણ સામે આવ્યું હતું. જો કે, હવે આ નિયમમાં કેન્દ્ર સરકારે છૂટ આપી માન્ય કંપનીઓની સીએનજી ફિટિંગ હોય તો આરટીઓ પાસિંગ કરવા લીલીઝંડી આપતા મોરબીમાં છેલ્લા બે મહિનામાં અનેક નવા વાહનોને આવી મંજૂરી મળી છે. જેને લઇ સરકારના નિયમ મુજબ ટાઈપ એપ્રુઅલ વાળા વાહનો માન્ય કંપનીની સીએનજી કીટ ફિટ કરાવેલ હોય તેઓને આરટીઓ દ્વારા મંજૂરી આપવામાં આવી રહી છે.