સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહમસમાજ ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવનાર છે. જેને લઈ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટ દ્વારા વર્ષ-૨૦૨૨-૨૩મા ઉતિર્ણ થયેલ વિધાર્થીઓ માટે તથા વિશિષ્ટ સિધ્ધી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ તથા મહાનુભાવોની માહિતી મંગાવવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહમસમાજ ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં સરસ્વતી સન્માનનો સમારોહ યોજવાનો છે. જેને લઇ વર્ષ-૨૦૨૨-૨૩મા ઉતિર્ણ થયેલ વિધાર્થીઓ માટે તથા વિશિષ્ટ સિધ્ધી પ્રાપ્ત કરનારે આધાર સાથે માહિતી આપવી. સૌરાષ્ટ્ર – કચ્છ સમસ્ત બ્રહ્મસમાજની કાયમી ઉત્કર્ષ યોજનામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર-કચ્છમાં વસવાટ કરતા કુટુંબો માટે જ છે. બોર્ડની પરીક્ષા જેમાં ધો-૧૦-૧૨ (સાયન્સ અને સમાન્ય પ્રવાહ), તેમજ યુનિવર્સીટી દ્વારા લેવામાં આવેલ અંતીમ પરીક્ષાના સ્નાતક, માસ્ટર ડીગ્રી, એન્જીનીયરીંગ ફેકલ્ટીમાં ડીપ્લોમાં, ડીગ્રી, માસ્ટર ડીગ્રી પ્રાપ્ત કરનાર, મેડીકલ લાઈનમા અંતીમ પરીક્ષા MBBS MISMD હોમીયોપેયીક, આર્યુવેદની છેલ્લી પરીક્ષામાં ઉતીર્ણ થયેલ, પદવી મેળવનાર વિધાર્થીઓં લેખીત અરજી સાથે તમામ આધાર ગુણપત્રકોની ઝેરોક્ષ જોડવાના રહેશે. આ ઉપરાંત જે મહાનુભાવોએ સાહિત્ય, કલા, શિક્ષણ, સંગીત રમતગમત, હોમગાર્ડઝ, સમાજસેવા જેવા વિભિન્ન ક્ષેત્રે રાજયસરકાર કે ભારત સરકાર તરફથી ઓવોર્ડ/પ્રમાણપત્રો મળેલ હોય મહાનુભાવોએ લેખીત અરજી ફોર્મ પોતે તૈયાર કરીને તમામ આધારોની ઝેરોક્ષ નકલ પ્રમાણીત કરીને અરજી સાથે જોડીને મોકલવાની રેહેશે. પી.સી.સી., બી.એડ., એમ.એડ. જેટલા વર્ષનો કોર્ષ હોય તે પૂર્ણ થઈ ગયેલ હોય (તમામ સેમેસ્ટરમાં ઉતિર્ણ થયા, તે માન્ય ગણાશે) સુવાચ્ય અક્ષરો લેખીત અરજી કરવાની રહેશે. જેમા પુરૂનામ, ગામ, એડ્રેસ, મોબાઈલ નંબર,આધારો જોડવા અને લેખિત અરજી .જી. મહેતા મેનેજીંગ ટ્રસ્ટી સમસ્ત બ્રાહમણ બોર્ડીંગ, સ્ટેશન રોડ,અમરેલી- મો. નં.-૯૪૨૮૬૧૬૦૦, (૦૨૭૯૧)૨૨ ૩૦૬૬ પર મોકલી આપવી દાતાઓએ જે આ યોજનામાં ભેટ આપેલ છે. તેના વ્યમાંથી, દાતાની શરત મુજબ પારીતોષિક આપવામાં આવશે. જે વિધાર્થીઓએ ૦૧/૦૮/૨૨ થી ૩૧/૦૫/૨૦૨૩ પરીક્ષા પાસ કરી હોય તેને જ ગુણપત્રકો અને આધાર મોકલવાના રહેશે. તા.૩૧-ઓગષ્ટ સુધીમાં અરજી પહોંચતી કરવી, ત્યાર પછી આવનાર અરજીઓ ધ્યાનમાં લેવાશે નહિ. જેની નોંધ લેવી. તેમ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.