‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘મેરી માટી-મેરા દેશ’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ૩૦મી ઓગસ્ટ સુધી તમામ પંચાયતો અને બ્લોક સ્તરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત આજ રોજ મોરબીના રાજપર ગામ ખાતે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના અધ્યક્ષ સ્થાને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત આજ રોજ મોરબી તાલુકાના રાજપર ગામ ખાતે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના અધ્યક્ષ સ્થાને ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિલા ફલકમ સમર્પણ, પંચ પ્રાણ પ્રતિજ્ઞા/સેલ્ફી, વસુધા વંદન, વીરો કા વંદન, ધ્વજ વંદન તેમજ રાષ્ટ્રગાન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અને દેશ ભક્તિના આ કાર્યક્રમમાં રાજપર ગામના આગેવાનો, ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.