Tuesday, November 19, 2024
HomeGujarat"મારી માટી મારો દેશ" કાર્યક્રમ અંતર્ગત મોરબીના ઉંચી માંડલ ગામે વિવિધ કાર્યક્રમો...

“મારી માટી મારો દેશ” કાર્યક્રમ અંતર્ગત મોરબીના ઉંચી માંડલ ગામે વિવિધ કાર્યક્રમો યોજાયા

ભારત દેશની આઝાદીના અમૃતકાળને યાદગાર બનાવવા તેમજ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવ્યાપી ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનું આહ્વાન કર્યુ છે. જેને લઈ આજ રોજ મોરબીના ઉંચી માંડલ ગામની પ્રાથમિક શાળા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, આજ રોજ ઉંચી માંડલ ગામની પ્રાથમિક શાળા ખાતે ગામના યુવા સરપંચ રવિરાજસિંહ પરમારની અધ્યક્ષતામાં ગ્રામજનો તથા વાલીઓની લાગણીથી શાળાનાં આચાર્ય ધનજીભાઈ કુંડારીયાની રાહબરી હેઠળ ગ્રામ સેવક મહિપતસિંહ ચિત્રાનાં માર્ગદર્શન મુજબ શીલા ફલકમની અનાવરણ વિધિ, વસુદા વંદન, વીર વંદન, ગામના નિવૃત આર્મીમેન રાવજીભાઈ કુંડારીયા તથા નીતિનભાઈ સોરીયાનું પુષ્પગુછ અને શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું, રાષ્ટ્રગાન તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ તકે ગામના ઉપસરપંચ મનજીભાઇ સોરીયા, ગંભીરભાઈ પરમાર તથા શિકલ સ્ટાફ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!