Tuesday, November 19, 2024
HomeGujarat"મેરી માટી મેરા દેશ" કાર્યક્રમ અંતર્ગત મોરબીનાં ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

“મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત મોરબીનાં ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

“મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાની તમામ ગ્રામ પંચાયત/ ગ્રામ્ય સ્તરે આજરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં   મોટી સંખ્યામાં ભાજપના સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાની તમામ ગ્રામ પંચાયત/ ગ્રામ્ય સ્તરે આજરોજ શિલાફલકમ (પથ્થરની તકતી)નું નિર્માણ,પંચપ્રણ પ્રતિજ્ઞા અને સેલ્ફી, વસુધાવંદન કાર્યક્રમ હેઠળ તમામ ગ્રામ પંચાયતોમાં ઓછામાં ઓછા ૭૫ વૃક્ષોનું મનરેગા યોજના હેઠળ વૃક્ષારોપણ, વીરોને વંદન તથા  ધ્વજવંદન અને રાષ્ટ્રગાનના કાર્યક્રમો યોજાયા હતા, જે કાર્યક્રમો અંતર્ગત મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રા હળવદ તાલુકાનાં સાપકડા ગામે અમૃત સરોવર ખાતે, કલેકટર જી.ટી. પંડ્યા મોરબી તાલુકાનાં ઘુંટુ ગામે તેમજ જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા મોરબી તાલુકાનાં રંગપર ગામે અમૃત સરોવર ખાતે શિલાફલકમનું અનાવરણ કરી વૃક્ષારોપણ તથા અન્ય તમામ કાર્યક્રમોમાં સહભાગી થઇ આજના દિવસની શાનદાર ઉજવણી કરી હતી. મોરબી જિલ્લાના ગામોમાં આ કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક પદાધિકારીઓ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગામની શાળાઓમાં શાળાના વિદ્યાર્થી બહોળી સંખ્યામાં હાજર રહી ઉમંગભેર તિરંગાયાત્રા યોજી રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તથા ગામોની પ્રાથમિક શાળા ખાતે તિથિભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી પણ ગ્રામ્ય સ્તરે કરવામાં આવી હતી. તેમજ અમુક ગામોમાં પશુ વેક્સીનેશન અંગેનાં કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દરેક ગ્રામ પંચાયત ખાતે શિલાફલકમનું નિર્માણ પૂર્ણ કરી આજરોજ આ શિલાફલકમનું અનાવરણ કરવામાં આવેલ છે. તેમજ દરેક ગામે ગ્રામજનો દ્વારા માટીનો ઘડો લઇ માટીયાત્રા યોજવામાં આવી તેમજ હાથમાં દીવો તથા માટી લઇ પંચ પ્રણ પ્રતિજ્ઞા લેવામાં આવેલ હતી. વસુધાવંદન અંતર્ગત દરેક ગામે પહોંચાડવામાં આવેલ રોપાનું આજરોજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ વિરોને વંદન કાર્યક્રમ અંતર્ગત વિરોના પરિવારનાં સદસ્યોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો દ્વારા બહોળી સંખ્યામાં સેલ્ફી લઇ ઓનલાઇન અપલોડ કરવામાં આવી હતી. સાથોસાથ તમામ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામસભાનુ આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય, સામાજિક સુરક્ષા તેમજ G20 કાર્યક્રમ અંતર્ગત જનજાગૃતિની વિગતવાર સમજ પૂરી પાડવામાં આવી હતી.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!