રાજકોટમાં છેલ્લા થોડા સમયથી ઓટો રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ધ્યાન બહાર ખીસામાંથી ચોરી કરતી ટોળકી સક્રિય થઈ છે. ત્યારે બનાવોની ગંભીરતાને ધ્યાને લઈરાજકોટ રેન્જ આઇજી દ્વારા આ ટોળકીને ઝડપી પાડવા સૂચનો કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન શાપર (વે.) પોલીસ દ્વારા ટોળકીને એક ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૦૮/૦૮/૨૦૨૩ ના બપોર પછીના સાડા ચારેક વાગ્યાના અરસામા ફરીયાદીને રાજકોટ ગોંડલ રોડ પર ભુણાવા પાટીયાથી પેસેન્જર તરીકે બેસાડી ઓટો રીક્ષા ચાલક તથા તેમા વચ્ચેની સીટમાં બેસેલ અજાણ્યા પુરૂષ અને મહીલાએ મળીને ફરીચાદીના પાછળના ખીસામાંથી પાકીટ કાઢી લઇ પાકીટમા રહેલ રોકડ રૂ.૧૨,૫૦૦/-ની ચોરી કરેલ હોય જે અંગે જે અંગે શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી થયેલ હોય. જે ગુન્હા સબંધે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય જયપાલસિંહ રાઠૌડે ઉપરોકત ગુન્હાને શોધી કાઢી આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જેના અનુસંધાને કામગીરી કરતા દરમિયાન શાપર (વે.) પોલીસ સ્ટેશનનાં સર્વેલન્સ સ્ટાફના માણસોએ ગુનો ડીટેકટ કરવા સારૂ અલગ અલગ જગ્યાએ સીસીટીવી ફુટેઝ ચેક કરેલ તેમજ રાજકોટ ગ્રામ્ય નેત્રમ પ્રોજેકટના સી.સી.ટી.વી કેમેરા આધારે ચેક કરી વર્ક આઉટ કરી સદરહુ ગુન્હામા ચોરીમાં ઉપયોગ થયેલ શંકાસ્પદ GJ 03 BX 7811 નંબરની સીએનજી ઓટો રીક્ષા મળી આવેલ જે ઓટો રીક્ષા નંબર આધારે તપાસમાં હતા દમ્યાન બાતમીનાં આધારે ઉપરોકત નંબર વાળી ઓટો રીક્ષા સાથે રવિભાઇ બટુકભાઇ સોલંકી (રહે.-રાજકોટ કોઠારીયા સોલ્વટ ૨૫ વારીયા કોરી નં-૮, શીતળા માની ધાર ભીખાભાઇ ભરવાના મકાનમાં ભાડેથી તા.જી.રાજકોટ) નામાઓ એક ઇસમ મળી આવેલ જેની પાસેથી ચોરીમા ગયેલ રોકડ રૂ.૧૨,૫૦૦/- કબજે કરી મજકુર ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.