Monday, November 18, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસની જુગારીઓ સામે લાલ આંખ : ૦૯ સ્થળોએથી ૪૦ ઝડપાયા,...

મોરબી જિલ્લા પોલીસની જુગારીઓ સામે લાલ આંખ : ૦૯ સ્થળોએથી ૪૦ ઝડપાયા, ૧૦ ફરાર

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પોલીસની ટીમને દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબૂદ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી જિલ્લા પોલીસની ટીમે ૦૯ સ્થળોએ રેઈડ કરી કુલ ૪૦ ઈસમોને ઝડપી પાડ્યા છે. જયારે ૧૦ શખ્સો ફરાર થઈ જતા તેઓને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે મોરબીનાં કારીયા સોસાયટીમા રામદેવપીરના મંદીર પાસે ખુલ્લી જગ્યામા રેઈડ કરી જયેશભાઇ ગાંડુભાઇ ડાભી (રહે. આનંદનગર નવા સેવા સદનની પાછળ મોરબી-૨), મુકેશભાઇ નરશીભાઇ ભલસોડ (રહે વાવડી રોડ કારીયા સોસાયટી રામદેવપીરના મંદીર વાળી શેરી મોરબી), રવીભાઇ યોગેશભાઇ ગોસ્વામી (રહે વાવડી રોડ કારીયા સોસાયટી રામદેવપીરના મંદીર વાળી શેરી મોરબી) તથા મનદીપભાઇ રાજુભાઇ બાબરીયા (રહે સોમૈયા સોસાયટી બ્લોક નં. ૨૮ મોરબી) નામના ચાર આરોપીઓને પકડી પાડી આરોપીઓના કબ્જામાંથી રોકડ રૂ.૧૩૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

જયારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે બીજી રેઇડ મોરબી લીલાપર રોડ સરકારી આવાસા યોજના મા ખુલ્લા ચોકમા કરતા નિજામ સલીમભાઇ મોવર (રહે.મોરબી મચ્છીપીઠ), દેવરાજભાઇ મનસુખભાઇ કુંઢીયા (રહે.મોરબી લીલાપર રોડ સરકારીઆવાસ યોજના મકાનનં.બી.-૯), સમીરભાઇ આરીફભાઇ કાશમાણી (રહે.મોરબી રણછોડનગર શાંતીવન સ્કુલની પાછળ નીધીપાર્ક), કારૂભાઇ નાથાભાઇ દેલવાણીયા (રહે.મોરબી લીલાપર રોડ સરકારી આવાસ મુળરહે.સરવડ તા.માળીયા(મી)), અલ્તાફશા કરીમશા શાહમદાર (રહે.મોરબી લીલાપર રોડ સરકારી આવાસ મકાન બી.૨૧) તથા અજયભાઇ હંસરાજભાઇ વિકાણી (રહે.મોરબી લીલાપર રોડ સરકારી આવાસ યોજના ના મકાનમા) નામના છ આરોપીઓના કબ્જામાથી ગંજીપતાના પાના તથા રોકડ રૂ.૧૦,૬૦૦/- મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.

તેમજ ત્રીજી રેઇડ મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ દ્વારા મોરબીના શકતશનાળા નવાપ્લોટ વિસ્તાર ખોડીયાર માતાના મઢવાળી શેરીમા કરવામાં આવતા ધર્મેન્દ્રસીંહ ઉર્ફે ધમભા કરણસિંહ ઝાલા (રહે.મોરબી શકતશનાળા), નીતીનભાઇ ભરતભાઇ હોથી (રહે.મોરબી શકતશનાળા હિતુભા ના મકાનમા મુળરહે.પીઠળ તા.જોડીયા), સુરેન્દ્રસિંહ કરણસીંહ ઝાલા (રહે.મોરબી શકતશનાળા), શકિતસિંહ જયદીપસીંહ જાડેજા (રહે.મોરબી શકતશનાળા દરબારગઢ પાસે), રાજુભા બનુભા ઝાલા (રહે.મોરબી શકતશનાળા જુનગાગામ) તથા ધનશ્યામસીંહ છત્રસિંહ જાડેજા (રહે.મોરબી શકતશનાળા નીતીનનગર) નામના છ ઇસમો મળી આવતા તેમજ કિરણ રામજીભાઇ ખાંભલા (રહે.મોરબી શકત શનાળા), હિતેન્દ્રસિંહ ધનશ્યામસિંહ જાડેજા (રહે.મોરબી ચંદ્રેશનગર), પીન્ટુભાઇ હરેશભાઇ ખાંભલા (રહે.મોરબી શકતશનાળા), રૂતુરાજસિંહ રવુભા ઝાલા (રહે.મોરબી શકતશનાળા), હરપાલસિંહ મુળુભા ઝાલા (રહે.મોરબી શકત શનાળા ગરબીચોક) તથા અકરમભાઇ કાદરી (રહે.મોરબી) નામના છ ઇસમો નાસી જતા પકડાયેલ આરોપીઓ પાસેથી ગંજીપતાના પાના તથા રોકડ રૂ.૪૫,૨૬૦/- મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

ચોથા દરોડામાં, મોરબી સીટી બી ડિવીઝન પોલીસની ટીમે મહેન્દ્રનગર ઉગમણા ઝાપા પાસે શીતળામાં વિસ્તાર બાલમંદિર પાસે રેઈડ કરી લક્ષ્મણભાઇ બાબુભાઇ સનુરા (રહે.મહેન્દ્રનગર શીતળામાં વિસ્તાર મોરબી-૨), કિશોરભાઇ મગનભાઇ ભોજવીયા (રહે. મહેન્દ્રનગર શીતળામાં વિસ્તાર મોરબી-૨), દિલીપભાઇ કેશુભાઇ દેત્રોજા (રહે. મહેન્દ્રનગર શીતળામાં વિસ્તાર મોરબી-૨), વિજયભાઇ શંકરભાઇ ધામેચા (રહે.મહેન્દ્રનગર મોરબી-૨) તથા રવિભાઇ કનુભાઇ ગૌસ્વામી (રહે.મહેન્દ્રનગર શીતળામાં વિસ્તાર મોરબી-૨) નામના શખ્સોને ગંજીપતાના પાના વડે તીન પતીનો જુગાર રમતા પકડી પાડી રોકડા રૂ-૩૨૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

જયારે પાંચમા દરોડામાં, મોરબી સીટી બી ડિવીઝન પોલીસની ટીમ દ્વારા ત્રાજપર પંચની મેલડીમાં વાળી શેરી પાસે રેઈડ કરી ઇમ્તીયાઝભાઇ સુલતાનભાઇ મોડ (રહે.ત્રાજપર ઝાંપા સામે મોરબી-૨), ઇમરાન સુલતાનભાઇ મોડ (રહે.ત્રાજપર ઝાંપા સામે મોરબી-૨), મુન્નાભાઇ દિલીપભાઇ ડેડાણીયા (રહે.ત્રાજપર એસ્સાર પંપની પાછળની શેરી મોરબી-૨), કિરણભાઇ કાનાભાઇ ટીડાણી (રહે.ત્રાજપર માનવતી પાન વાળી શેરી મોરબી-૨) તથા અમીતભાઇ જગદિશભાઇ ટીડાણી (રહે.ત્રાજપર એસ્સાર પંપની પાછળની શેરી મોરબી-૨) નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. અને રોકડા રૂ-૪૨૯૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

તેમજ છઠ્ઠા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસે ગારીડા ગામે નીશાળ પાસે રેઈડ કરી ગોપાલભાઇ જાદવભાઇ ડાભી (રહે-ગારીડા તા.વાંકાનેર જી.મોરબી), વીશાલભાઇ બાબુભાઇ મેઘાણી (રહે મોટી મોલડી તા.ચોટીલા જી.સુ.નગર), લાલાભાઇ ચંદુભાઇ મકવાણા (રહે ગારીડા તા.વાંકાનેર જી.મોરબી), વીજયભાઇ મગનભાઇ ડાભી (રહે ગારીડા તા.વાંકાનેર જી.મોરબી) તથા પુનાભાઇ વશરામભાઇ માલણ (રહે ગારીડા તા.વાંકાનેર જી.મોરબી)ની અટકાયત કરવામાં આવી છે. અને રોકડા રૂપીયા-૩૯૪૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

સાતમા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસની ટિમ દ્વારા પંચાસીયા ગામના તળાવની પાળે સતીમાની દેરી પાછળ રેઈડ કરવામાં આવી હતી અને દેવાભાઇ રાયમલભાઇ કોંઢીયા (રહે.પંચાસીયા તા.વાંકાનેર જી.મોરબી), મહેશભાઇ વલ્લભભાઇ કોંઢીયા (રહે.પંચાસીયા તા.વાંકાનેર જી.મોરબી) તથા સંજયભાઇ ધીરૂભાઇ કોંઢીયા (રહે.પંચાસીયા તા.વાંકાનેર જી.મોરબી)ની રોકડ રૂપીયા-૧૧૮૦/-ના મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી.

જયારે આંઠમા દરોડામાં, માળીયા મી. પોલીસની ટીમ દ્વારા ચીખલી ગામમા ખોડીયાર માતાજીના મંદીર વાળી શેરીમા જાહેરમાં રેઈડ કરી રોકડા રૂપીયા-૧૦,૨૦૦/- તથા રૂ.૫૦૦૦/-ની કિંમતના મોબાઈલ સાથે મેરૂભાઈ જુગાભાઈ દેગામા (રહે.ચીખલી ગામ તા.માળીયા મીં. જી-મોરબી), મુસ્તાકભાઈ કરીમભાઈ કટીયા (રહે.વરડુસર (ચીખલી) તા.માળીયા મીં. જી-મોરબી) તથા સાઉદીનભાઈ જાનમમદભાઈ ભટ્ટી (રહે.માળીયા મીં. જુની મચ્છી પીઠ તા.માળીયા મીં. જી-મોરબી)ની અટકાયત કરવામાં આવી હતી અને કુલ રૂ.૧૫,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

જયારે નવમા દરોડામાં, હળવદ પોલીસની ટીમ દ્વારા અજીતગઢ ગામે ખોડ જવાના રસ્તે સુરેશભાઇ કોરડીયાની દુકાન પાસેથી શનાભાઈ અવચરભાઈ પાટડીયા (રહે. અજીતગઢ તા.હળવદ જી.મોરબી), હસમુખભાઈ જાદવજીભાઈ ચેડા (રહે.અજીતગઢ તા.હળવદ જી.મોરબી), શૈલેષભાઈ ચંદુભાઈ સાપરા (રહે.અજીતગઢ તા.હળવદ જી.મોરબી), હેમુભાઈ દેવાભાઈ ઈટોદરા (રહે.અજીતગઢ તા.હળવદ જી.મોરબી)ની ગંજી પતાના પના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીનપતીનો રોન પોલીસનો જુગાર રમતા અટકાયત કરવામાં આવી હતી. જયારે પોલીસને આવતી જોઈ જતા શીવાભાઈ ઉર્ફે શીવો લાભુભાઇ પાટડીયા (રહે.અજીતગઢ તા.હળવદ જી.મોરબી), મેહુલ ઉર્ફે મેલો ગોરધનભાઇ ભીમાણી (રહે.અજીતગઢ તા.હળવદ જી.મોરબી), જગદીશભાઈ ધુળાભાઈ સાપરા (રહે.અજીતગઢ તા.હળવદ જી.મોરબી) તથા અરવિંદભાઈ ત્રિકમભાઇ કુરીયા (રહે.અજીતગઢ તા.હળવદ જી.મોરબી) ફરાર થયા હતા, ત્યારે પોલીસે પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડ રૂ.૫૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!