કોરોનાકાળમાં મુક્તિધામમાં લાંબી કતારો જોવા મળી હતી. તે પછી હળવદ શહેરના મુક્તિધામમાં છાણા અને લાકડાના અભાવે ફરીથી લાઇનો લાગવા માંડી છે. કોરોના મુક્ત થઇ ગયેલા હળવદ શહેરમાં પાલિકા સંચાલિત મુક્તિધામમાં છેલ્લા ઘણા સમયથી અંતિમ સંસ્કાર માટેના છાણા અને લાકડાની અછથ સર્જાઇ છે. જેના કારણે અંતિમ સંસ્કાર માટે આવનારા ડાઘુઓને રઝળપાટ કરવો પડે છે. જેને લઈ હળવદની જાહેર જનતાને મુક્તિધામમાં છાણાં લાકડાનો બગાડ અપીલ કરવામાં આવી છે.
હગૃત નાગરિકનાં જણાવ્યા અનુસાર, હળવદ નગરપાલિકા સંચાલિત મુક્તિધામમાં અગ્નિ સંસ્કાર માટે આપડને જરૂરિયાત મુજબ છાણાં અને લાકડા મળી રહેતા હોય છે. પરંતુ અત્યારે ચોમાસાના લીધે અત્યારે બિલકુલ છાણા ન હોતા એટલે તંત્ર સુધી વાત પહોંચાડી છાણાં તાત્કાલિક મંગાવી વ્યવસ્થા કરે છે. પરંતુ ફરજ પર ના કર્મચારીએ સૂચન કરેલ છે કે લોકો જરૂરિયાત કરતા વધુ છાણાં અને લાકડા લઈ જાય છે અને પછી ત્યાં વપરાશમાં પણ નથી આવતા અને ખોટો બગાડ થાય છે તો આપડે આપડા પછી જે લોકોને જરૂરિયાત છે. તેમની ચિંતા કરી જરૂર છે એટલા જ છાણાં લાકડાનો ઉપયોગ કરીશું કોઈ લોભ પણ નથી કરવાનો પરંતુ બગાડનો થાય તેનું આપડે સૌ ધ્યાન રાખીશું તેવી હળવદના નગરજનોને જાહેર વિનંતી છે.