રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવે પ્રોહિબિશન જુગાર અંગેની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહી./જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય અન્વયે કામગીરી કરાતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમે મોરબી તાલુકાના પીપળી ગામ શિવપાર્ક-૦૨ સોસાયટી શેરી નં.૦૩ જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઇ કે.એ.વાળાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. જયદેવસિંહ ખોડુભા ઝાલા તથા કોન્સ્ટેબલ યશવંતસિંહ પ્રવિણસિંહ તથા પંકજભા ગુઢડાને મળેલ બાતમીના આધારે. મોરબી તાલુકાના પીપળી ગામ શિવપાર્ક-૦૨ સોસાયટી શેરી નં.૦૩, ખુલ્લી જગ્યામાં રેઈડ કરતા જાહેરમાં જુગાર રમતા મેઘરાજસિંહ મહેન્દ્રસિંહ સરવૈયા (રહે. શિવપાર્ક સોસાયટી, તા.જી.મોરબી), હાર્દિકભાઇ ઘનશ્યામભાઇ મુંજપરા (રહે, શિવપાર્ક સોસાયટી, પીપળી, તા.જી.મોરબી), મોહિતભાઇ નારણભાઇ વાળા (રહે. શિવપાર્ક, તા.જી.મોરબી) તથા પ્રકાશભાઇ શાંતિલાલ જોષી (રહે. શિવપાર્ક સોસાયટી, તા.જી.મોરબી) નામના ચાર ઇસમોને રોકડ રૂ.૧૪,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.