મોરબી જિલ્લા પોલીસ દ્વારા આઝાદી કા અમૃત મહિત્વસ ની ઉજવણીના ભાગ રૂપે મારી માટી મારો દેશ કાર્યક્રમ અને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મોરબી શહેરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.તેમજ પોલીસ જવાનો દ્વારા પંચકર્મ ના શપથ પણ લેવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા મોરબીના ગેંડા સર્કલ પાસે આવેલ મોરબી તાલુકા પોલીસ મથક થી આ તિરંગા યાત્રા ને પ્રસ્થાન કરાવ્યું હતું જે તિરંગા યાત્રા મોરબી શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી ને મોરબીના મુખ્ય ચોક નહેરુ ગેટ ચોક ખાતે સમાપન કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં મોરબી જિલ્લા પોલીસના અધિકારીઓ અને પોલીસ જવાનો જોડાયા હતા.સાથે જ વર્ષ ૨૦૦૪માં શહિદ થયેલ મોરબી જિલ્લાના વતની પોલીસ જવાનના પરિવારનુ પણ સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ મોરબી જિલ્લા પોલીસના અધિકારીઓ અને જવાનોએ પંચકર્મ ના શપથ પણ લીધા હતા.