રાજકોટની દર્શન યુનિવર્સીટીનાં વિદ્યાર્થીએ પોતાનાં અદ્યતન તેમજ ઈનોવેટીવ આઈડિયાથી ‘ગેન્ટ્રી મશીન’નો પ્રોજેક્ટ બનાવેલ છે. જે મશીનથી ઈન્ડસ્ટ્રીઝમાં જોબને પિક અને પ્લેસ કરી શકાય છે. મશીન નાની જગ્યામાં તેમજ ઓછા પાવરના વપરાશની સાથે ઓછા ખર્ચમાં સારૂકામ આપી શકે તે રીતે તેની ડિઝાઈન કરવામાં આવેલ છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટની દર્શન યુનિવર્સિટીની ડિપ્લોમા કોલેજના મેડિકલ એન્જીનીયરીંગના વિદ્યાર્થી શિવમ જોશીએ પ્રોફેસર મુકેશ વેકરીયાનાં માર્ગદર્શન હેઠળ પોતાના અદ્યતન તેમજ ઈનોવેટીવ આઈડિયાથી ‘ગેન્ટ્રી મશીનનો પ્રોજેક્ટ બનાવેલ છે કે જે અત્યાધુનિક ટેકનોલોજીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડે છે. આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે તેનો ઉપયોગ કરીને ઈન્ડસ્ટ્રીઝમાં જોબને પિક અને પ્લેસ કરી શકાય છે. હાલમાં આ મશીન દ્વારા 300 ગ્રામથી 500 ગ્રામ સુધીનું વજન ધરાવતા જોબ પર કાર્ય કરી શકાય છે. તેના નિર્માણ માટે જરૂરી ઓટોમેશનનું પ્રોગ્રામિંગ અને ઈલેકટ્રીક કામ વગેરે માટે વિદ્યાર્થીએે છ માસની અથાગ મહેનત ફાળવી હતી. શિવમ જોષીએ આ પ્રોજેકટ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નિર્માણ કરેલ છે.