મોરબીમાં યુવકે તેની પત્નીને એક ઈસમ વારંવાર ફોન કરતો હોય જે ફોન કરવાની ના પાડતા ઉશ્કેરાયેલ ઈસમે તેના નેફામાંથી છરી કાઢી યુવકને બે ઘા ઝીંકી દેતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના પંચાસર રોડ પ્રમુખ સ્વામી સોસાયટી-૦૨ ખાતે રહેતા વેપારી યુવક મનિષભાઈ મનસુખભાઈ સાણંદીયાની પત્નીને દીપભાઈ રાજેન્દ્રભાઈ ગોસાઈ (રહે. પંચાસર રોડ પ્રમુખ સ્વામી સોસાયટી-૦૨ તા.જી.મોરબી) નામનો શખ્સ અવાર નવાર ફોન કરતો હોય જેની મનીષભાઈને જાણ થતા આરોપીને ફરિયાદીએ ફોન ન કરવા જણાવતા આરોપી દીપભાઈ ગુસ્સે થઈ તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી એક ઘા ફરિયાદીના ડાબા ખંભાની પાછળ તથા બીજો એક ઘા તેની બાજુમાં જ મારી ઈજા કરી ફરિયાદીને ઢીંકા પાટુનો માર મારી મુંઢ ઈજા કરી ગાળો ભુંડા બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.