હળવદમાં એક યુવક પર ત્રણ શખ્સોએ જાનલેવા હુમલો કર્યો હતો. જેમાં એક ઈસમે “મારી કૌટુબિક બહેન સાથે કેમ લફરૂ કરે છે” તેમ કહી છરી વડે યુવકને પેટના ભાગે તથા છાતીમાં છરી વડે ઘા મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરતા યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, હળવદમાં સરંભડા ગામની સીમ ગોવિંદભાઈ કાળાભાઈ ભરવાડની વાડીએ રહેતા સંજયભાઈ ભરતભાઈ ડઢૈયા નામના યુવકને ગત તા.૧૧/૦૮/૨૦૨૩નાં રોજ અક્ષયભાઈ સુરેશભાઈ બાવળીયા નામના શખ્સે મારી કૌટુબિક બહેન સાથે કેમ લફરૂ કરે છે તેમ કહી અનિલભાઈ ધીરૂભાઈ ઉધરેજા તથા રમણિકભાઈ જગાભાઈ બાવળીયા (રહેવાસી તમામ સરંભડા તા.હળવદ જી.મોરબી) સાથે મળી ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુંનો માર મારી અક્ષયભાઈએ છરી વતી પેટના ભાગે એક ઘા કરી ડાબી બાજુ તથા છાતીની ડાબી બાજુ એક ઘા કરી પાંસળીમા ફેકચર કરી તેમજ ગંભીર ઈજાઓ કરી તથા જમણા હાથના અંગુઠાએ ઈજાઓ કરતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.