મોરબીમાં જુગારીઓની જાણે હોડ લાગી હોય તેમ શેરીએ ગલીએ લોકો જુગાર રમતા પકડાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે મોરબી શહેરનાં લીલાપર રોડ તથા અમરેલી રોડ પર તેમજ પીપળી ગામ ખાતે રેઈડ કરી જુગાર રમતા કુલ ૧૬ પત્તાપ્રેમીઓને પકડી પાડ્યા છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ દરોડામાં. મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે બાતમીનાં આધારે લીલાપર રોડ સરકારી આવાસ યોજના કવાર્ટર ના ચોકમા રેઈડ કરી જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન-પતીનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમતા નિજામ સલીમભાઇ મોવર (રહે.મોરબી મચ્છીપીઠ), દેવરાજભાઇ મનસુખભાઇ કુંઢીયા (રહે.મોરબી લીલાપર રોડ સરકારીઆવાસ યોજના મકાનનં.બી.-૯), સમીરભાઇ આરીફભાઇ કાશમાણી (રહે.મોરબી રણછોડનગર શાંતીવન સ્કુલની પાછળ નીધીપાર્ક), કારૂભાઇ નાથભાઇ દેલવાણીયા (રહે.મોરબી લીલાપર રોડ સરકારી આવાસ મુળરહે.સરવડ તા.માળીયા(મી)), અલ્તાફશા કરીમશા શાહમદાર (રહે.મોરબી લીલાપર રોડ સરકારી આવાસ મકાન બી.૨૧ જી.એફ.૩) તથા અજયભાઇ હંસરાજભાઇ વિકાણી (રહે.મોરબી લીલાપર રોડ સરકારી આવાસ યોજના ના મકાનમા મુળરહે.રામપર તા.ટંકારા) નામના શખ્સોને પકડી પાડ્યા હતા. અને તેમની પાસેથી રોકડા રૂ.૧૦,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
બીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, અમરેલી રોડ ઇંટુના ભઠ્ઠા વિસ્તારમાં અમુક શખ્સો ગેર કાયદેસર રીતે જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી રોન પોલીસનો જુગાર રમી અહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી કીરીટભાઇ બાબુભાઇ અગેચાણીયા (રહે-મોરબી વીશીપરા અમરેલી રોડ નરેન્દ્ર ટાઇલ્સની પાછળ વાડી વિસ્તાર), રોહીત ઉર્ફે બલ્લુ બાબુભાઇ અગેચાણીયા (રહે-મોરબી વીશીપરા અમરેલી રોડ નરેન્દ્ર ટાઇલ્સની પાછળ વાડી વિસ્તાર), સંજયભાઇ ભુરાભાઇ દુદકીયા (રહે-મોરબી વીશીપરા વિજયનગર સનરાઇજ પાર્કની બાજુમા), સંજયભાઇ મનુભાઇ દેગામા (રહે-મોરબી વીશીપરા મેઇન રોડ ખાદી ભંડાર પાસે), સાજીદ ઉર્ફે સાજલો સાવદીનભાઇ જેડા (રહે-મોરબી નવલખી રોડ યમુનાનગર-૨ છેલ્લી શેરીમા મુળ રહે-નવાગામ તા.માળીયા(મી)) તથા જયંતીભાઇ મેરૂભાઇ સાલાણી (રહે-મોરબી વીશીપરા ધોળેશ્વર રોડ નગરપાલીકાના ડેલા પાસે) નામના શખ્સોને રોકડા રૂપીયા-૨૦,૨૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમને મળેલ બાતમીના આધારે પીપળી ગામ, શિવપાર્ક-૦૨ સોસાયટી શેરી નં.૦૩ માં રેઈડ કરવામાં આવી હતી. અને સ્થળ પરથી સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા મેઘરાજસિંહ મહેન્દ્રસિંહ સરવૈયા (રહે. શિવપાર્ક સોસાયટી, તા.જી.મોરબી, મુળ રહે. કામરોળ, તા.તળાજા, જી.ભાવનગર), હાર્દિકભાઇ ઘનશ્યામભાઇ મુંજપરા (રહે. શિવપાર્ક સોસાયટી, પીપળી, તા.જી.મોરબી, મુળ રહે. મીણાપુર, તા.લીંબડી, જી.સુરેનદ્રનગર), મોહિતભાઇ નારણભાઇ વાળા (રહે. શિવપાર્ક, તા.જી.મોરબી, મુળ રહે. હડીયાદ, તા.બગસરા, જી.અમરેલી) તથા પ્રકાશભાઇ શાંતિલાલ જોષી (રહે. શિવપાર્ક સોસાયટી, તા.જી.મોરબી, મુળ રહે. બેલા (રંગપર), તા.જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. અને તેમની પાસેથી રોકડા રૂ.૧૪,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.