Monday, November 18, 2024
HomeGujaratમોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા

મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા

મોરબીમાં એક જ દિવસમાં ત્રણ અકાળે મોતનાં બનાવો નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબીનાં એમ્પાયર મીડ-વે શનાળારોડ જી.આઇ.ડી.સી. ના નાકા પાસે રહેતો મૂળ મધ્યપ્રદેશનો રાજકુમાર ગબ્બરસિંહ કુસવા નામનો યુવક મોરબી શનાળા રોડ ઉપર આવેલ એમ્પાયર મીડ-વે નામની નવી બનતી બીલ્ડીંગના પાંચમા માળે ટાઇલ્સની સાફસફાઇ કરી રહ્યો હતો. ત્યારે કોઈ કારણોસર અકસ્માતે યુવક નીચે પટકાઈ જતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે સ્થાનિકોએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને અકાળે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધ રી હતી.

બીજા બનાવમાં, વાંકાનેરનાં રાતી દેવડી ખાતે રહેતી વૈશાલીબેન ઉર્ફે સંગીતાબેન કાન્તીલાલ વોરા નામની યુવતીએ ગત તા-૨૫/૦૧/૨૦૨૩ ના રોજ કોઈ કારણોસર એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવારમા ગયેલ બાદ રાજકોટ સરકારી હોસ્પિટલમા રીફર કરેલ અને વઘુ સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પીટલ ખાતે લઇ ગયેલ જ્યા તેને સારવારમાથી રજા આપતા પોતાના ઘરે આવી ગયેલ બાદ ગઈકાલે કોઈ કારણોસર મૃત્યુ પામતા વૈશાલીબેન કઇ બોલતા ચાલતા ન હોય તેમજ તેમનુ શરીર ઠંડુ પડી જતા તેનાં ભાઇ હીતેશભાઇ કાન્તીલાલ વોરાએ વાંકાનેર પોલીસ સ્ટેશન રૂબરૂ આવી મરણ ગયેલનુ જાહેર કરતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે અકાળે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં, મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલ ૩૦૨ અબ્રોલ હાઉસની બાજુમાં મુવી ટાઇમ થીયેટર ઓફ લીંક રોડ રામચંદ્રલેન પીઝા હટ વાર્ષીનીનગર ખાતે રહેતા મુરલીધર પ્રકાશ સુત્રાવે નામના વૃદ્ધ તેમના મિત્ર હિતેષભાઇ પ્રભુભાઇ રૈયાણી (રહે.હાલે રહેવાસી-નવી નિશાળ વાળી શેરી ગોલ્ડન માર્કેટની સામે મારૂતીનંદન એપાર્ટમેન્ટ ફલેટ નંબર-૪૦૩ રવાપર રોડ મોરબી મુળ રહેવાસી-ખાનપર ગામ તાલુકો જીલ્લો મોરબી)ને તયાંઆવેલ હોય જે ગત તા.૧૧/૦૮/૨૦૨૩ ના બપોરના ચારેક વાગ્યા વખતે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર ઇડન સીરામીક કોમ્પ્લેક્ષમાં સીડી ઉપરથી નીચે ઉતરતી વખતે ચોથા માળેથી અકસ્માતે પગ લપસી જતા ત્રીજા માળે સીડી ઉપર પડતા માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે અકાળે મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!