મોરબીમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મોરબીનાં નવલખી રોડ ઉપર રોકડીયા હનુમાન અને બાગબાન ફાર્મ વચ્ચે ટ્રાફીકને અડચણ રૂપ થાય તેમ બંધ ટ્રક પાર્ક કરવામાં આવેલ હોય જેની પાછળ બાઈક ધડાકાભેર અથડાતા બાઈક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. અને સમગ્ર મામલે ટ્રકનાં ચાલક વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ગત તા-૧૨/૦૮/૨૦૨૩ ના રાતના સમયે રાજેશભાઇ કાંતીલાલ સુતરીયા પોતાનું GJ-03-BL-6812 નંબરનું હોન્ડા કંપનીનુ સીડી ડીલક્ષ બાઈક લઈ મોરબી નવલખી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રોકડીયા હનુમાન અને બાગબાન ફાર્મ વચ્ચે રોડ ઉપર GJ-12-BV-8620 નંબરનું બંધ પડેલ ટ્રક ટેઇલર તેના ચાલકે સરેઆમ જાહેર રોડ ઉપર આવતા જતા ટ્રાફીકને અડચણ રૂપ તેમજ ભયંકર અકસ્માત સર્જાય તેમ ભયજનક રીતે મુકી કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી નિષ્કાળજી રાખી ટેલરની આગળ પાછળ યોગ્ય અંતરે કોઇપણ પ્રકારના લાઇટના સિગ્નલો કે ભય સુચક સંકેતો કે કોઇપણ પ્રકારની આડશ નહીં રાખતા રાજેશભાઇ કાંતીલાલ સુતરીયાનું બાઈક બંધ ટ્રક ટેઇલરની પાછળના ઠાઠાના ભાગે અથડાતા વાહન અકસ્માત થતા રાજેશભાઇને માથાના ભાગે ગંભીર ઇજા તથા મોઢા ઉપર તથા કમરના ભાગે તથા હાથમા ફ્રેકચર જેવી ઇજાઓ થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે ઈજાગ્રસ્તના ભાઈ નરેન્દ્રભાઇ દીનેશભાઇ સુતરીયા દ્વારા ટ્રકનાં ચાલક વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.