હળવદમાંથી વધુ એક વખત વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. જેમાં હળવદનાં માથક ગામે ઈસમે જમીનમાં ખાડો કરી વિદેશી દારૂ છુપાડેલ હોય જે અંગેની પોલીસે બાતમીનાં આધારે રેઈડ કરી મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે આરોપી સ્થળ પર હાજર નહિ મળી આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, હળવદ તાલુકાના માથક ગામના પાદરમાં રંગાનો મારગ તરીકે ઓળખાતા રસ્તે એક ઈસમ દ્વારા ખાડો બનાવી વિદેશી દારૂ છુપાડવામાં આવેલ છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી ભારતીય બનાવટની ઈંગ્લીશદારૂની “મેક ડોવેલ્સ નં.૧ વીસ્કી”ની ૦૮ બોટલનો રૂ.૩૦૦૦/-નો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે આરોપી શક્તિભાઇ રાજુભાઈ ગોહિલ (રહે.માથક ગામ ચોરા પાસે તા.હળવદ જી.મોરબી) સ્થળ પર હાજર નહિ મળી આવતા તેઓને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.