ભારત દર વર્ષે 15મી ઓગસ્ટે રાષ્ટ્રીય તહેવાર ઉજવે છે. ભારતને લગભગ 200 વર્ષ પછી 15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી. ભારતના ઘણા બહાદુર પુત્રો અને નાયિકાઓએ આ દિવસ માટે તેમના જીવનનુ બલિદાન આપ્યું હતું. સ્વતંત્રતા દિવસ એ આપણા દેશની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરવાનો અને યાદ કરવાનો પ્રસંગ છે. ત્યારે આજે મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ટંકારા ખાતે કરવામાં આવી હતી.
મોરબીમાં જિલ્લા કક્ષાના 77માં સ્વાતંત્ર્ય પર્વની ટંકારા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી જીલ્લા કલેક્ટર જી.ટી પંડ્યાએ 8.58 કલાકે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન કર્યું હતું. અને દેશ માટે શહાદત ભોગવનાર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા.તેમજ શાળાના વિદ્યાર્થીઓ એ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.અને કાર્યક્રમ ને અંતે જિલ્લા ક્લેક્ટર,ટંકારાના ધારાસભ્ય,રાજ્યસભાના સાંસદ તેમજ જિલ્લા પોલીસ વડા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ તકે જીલ્લા કલેકટર જી.ટી પંડ્યા, જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, પૂર્વ ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈ મેંરજા સહિતના ભાજપ અગ્રણીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.