Tuesday, November 19, 2024
HomeGujaratમોરબીની ઉંચી માંડલ પ્રાથમિક શાળા ખાતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી : ધ્વજવંદન કરી...

મોરબીની ઉંચી માંડલ પ્રાથમિક શાળા ખાતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી : ધ્વજવંદન કરી દેશભક્તિના ગીતો પર વિદ્યાર્થીઓએ નૃત્ય કર્યું

દેશભરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે, ૧૫ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ દેશના ૭૭માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના અવસર પર શ્રી ઉંચી માંડલ પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન કરી દેશભક્તિના ગીતો પર શાળાનાં ૨૩ વિદ્યાર્થીઓએ નૃત્ય પ્રસ્તુત કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

શ્રી ઉંચી માંડલ પ્રાથમિક શાળાના જણાવ્યા અનુસાર, આજ રોજ શ્રી ઉંચી માંડલ પ્રાથમિક શાળા ખાતે સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગામના યુવા સરપંચ તેમજ સરપંચ એસોસિએશનનાં પ્રમુખ પરમાર રવિરાજસિંહનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ તકે શ્રી ઉંચી માંડલ પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ રાજકોટ ડીસ્ટ્રીક બેન્કના ડિરેક્ટર ધનજીભાઈ કુંડારીયા, ગામના તલાટી કમ મંત્રી બળદેવભાઈ કુંડારીયા, ઉપસરપંચ મનજીભાઈ સોરીયા તેમજ ગામના આગેવાન ગંભીરસિંહ પરમાર તેમજ ગામના અન્ય આગેવાનો, શિક્ષક ગણ, વાલીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી, સૂત્રોચ્ચાર તેમજ રાષ્ટ્રભક્તિનાં ગીતો પર ડાન્સ શાળાના ૨૩ વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. અને આ સફળ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ડાંગરોશીયા સોનલબેન દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ ગામના આગેવાનો સાથે અમૃત સરોવર પર ધ્વજવંદન તેમજ સૂત્રોચ્ચાર અને રાષ્ટ્રગીતનું ગાન કરી અમૃત સરોવર પર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!