રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વ ૧૫ મી ઓગસ્ટના રોજ ત્રિરંગાને આદરથી વંદન કરવામાં આવે છે. સરકારી સ્કૂલો, કોલેજો, સાર્વજનિક સ્થળોએ ત્રિરંગો આન બાન અને શાનથી લહેરાય છે.ત્યારે આજે મોરબી સબ જેલ ખાતે પણ ૭૭માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ધ્વજવંદન બાદ વિવિધ સ્પર્ધાઓનું પણ પોલીસ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મોરબી સબ જેલ ખાતે આજે ૧૫મી ઓગસ્ટ એટલે કે, ૭૭માં સ્વાતંત્ર પર્વ નિમીતે જેલ પ્રાંગણમાં અધિક્ષક ડી. એમ. ગોહેલ, ઇન્ચાર્જ જેલર પી.એમ.ચાવડા અને જેલના અધિકારી, કર્મચારી અને કેદીઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. જેમાં “મારી માટી મારો દેશ” કાર્યક્રમ, “હર ઘર ત્રિરંગા” કાર્યક્રમ, વકૃત્વ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ જેલની અંદર મોરબી જીલ્લાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જેલ સલાહકાર સમિતિ સભ્ય જ્યોતીસિંહ જાડેજા તેમજ સાથે આવેલ મહાનુભાવો દ્વારા બંદીવાન વચ્ચે રહી ધ્વજવંદન કરવામાં આવેલ હતું…