Monday, November 18, 2024
HomeGujaratનવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબી દ્વારા ૭૭માં સ્વાતંત્ર્ય દિવસની શાનદાર ઉજવણી કરાઈ

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબી દ્વારા ૭૭માં સ્વાતંત્ર્ય દિવસની શાનદાર ઉજવણી કરાઈ

દેશની આઝાદીના ૭૬ વર્ષ પૂર્ણ થયા છે. આજે ૭૬મો સ્વાતંત્ર્ય દિવસ સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના દ્વારા પણ તેમના દરેક કેમ્પસમાં આઝાદી કા અમૃત મહોત્સવ તથા “મેરી મિટ્ટી મેરા દેશ” થીમ પર ૭૭ માં સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના જણાવ્યા અનુસાર, આજરોજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના દરેક કેમ્પસ આઝાદીના રંગે રંગાયા હતા. “મેરી મિટ્ટી મેરા દેશ” ની થીમ પર સ્વતંત્રતા પર્વની જોશ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજવંદન કાર્યક્રમોની ઉજવણીમાં સરહદ અને શહેરમાં પોતાની સેવા આપનાર ઝાંબાજ વીર જવાન એક્સ.આર્મીમેન મજબૂતસિંહ ઝાલા, એક્સ.આર્મીમેન નરેશભાઇ મારવાણીયા તથા શહેર ટ્રાફિક એ.એસ.આઈ. દેવજીભાઇ બાવરવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદનની સાથે દરેક કેમ્પસમાં NCC ની જુનિયર બોયઝ અને સિનિયર ગર્લ્સ બટાલિયનના કેડેટ્સ દ્વારા પરેડ કરીને ધ્વજને સલામી આપી હતી. દેશભકિતથી ઓતપ્રોત વાતાવરણમાં કે.જી.થી કોલેજ સુધીના વિધાર્થીઓ દ્વારા સમૂહગાન, લોકગીત, ડ્રામા, ડાન્સ, લેઝીમ, ડંબેલ્સ, તલવાર રાસ, વકતૃત્વ, પિરામિડ, સલાડ ડેકોરેશન, મહેંદી સ્પર્ધા, સ્ક્રેચ એન્ડ પેઈન્ટીંગ, ક્રાફ્ટ વર્ક, બેસ્ટમાંથી બેસ્ટ તથા ક્વિઝ એક મિનિટ, રમતગમત જેવાં કાર્યક્રમો થયા હતા. બધા કાર્યક્રમો સરકારની ગાઈડલાઇન મુજબ ખૂબ સારી રીતે અને આગવી રીતે કરવા બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાસાહેબ તથા રંજનબેન પી. કાંજીયાએ બધાનો આભાર વ્યક્ત કરેલ તથા ઉત્સાહ વધારેલ હતો. તેમજ કાર્યક્રમોને સફળ બનાવવા માટે મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડીયાએ સંકલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!