રક્તદાન દ્વારા આપણે કોઈક વ્યક્તિને નવું જીવન આપી શકીએ છીએ.આ દાનએ સૌથી મોટું અને વિશેષ દાન કહેવામાં આવે છે. ત્યારે આજે 15મી ઓગસ્ટ નિમિતે મોરબી બંગાલી સ્વર્ણ શિલ્પી એસોસિએશન દ્વારા ધ્વજવંદન તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં મોરબીવાસીઓ જોડાયા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબી બંગાલી સ્વર્ણ શિલ્પી એસોસિએશન દ્વારા આજરોજ સ્વતંત્રતા દિવસના શુભ અવસર ઉપર ગ્રીનચોક ખાતે ધ્વજવંદન અને ત્યારબાદ બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે તકે ભારત દેશના તમામ શહીદોને યાદ કરીને તેમની પ્રતિકૃતિનું નિર્માણ કરીને તેમના ત્યાગની અને અખંડ ભારત બનાવવાના યોગદાનને સમર્પણને યાદ કરીને ધ્વજવંદનનો કાર્યક્રમ અને ત્યારબાદ સંસ્કાર બ્લડ બેન્કના અમૂલ્ય સહયોગી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન મોરબી બંગાલી સ્વર્ણ શિલ્પી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સવારે આઠ વાગ્યે ધ્વજવંદનનો કાર્યક્રમ ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ચા દૂધ અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. ધ્વજવંદનની સાથે જ ભારત દેશના સભ્યતા અને સંસ્કૃતિની પણ ઝાંખી કરાઈ હતી અને તમામ શહીદોના પ્રતિકૃતિ રચીને સત્યમેવ જયતે ના સૂત્ર અને ભારતની વિવિધતામાં એકતા ના પણ દર્શન થયા હતા. ત્યારબાદ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાના મોટા સૌએ ભાગ લીધેલો હતો. જયારે ધ્વજવંદન બાદ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું રક્તદાન મહાદાન અને રક્તદાન જીવનદાન ના સૂત્રને સાર્થક સાબિત કરવા માટે તમામ લોકોએ આગળ આવીને રક્તદાન કર્યું હતું. ત્યારે ઉલ્લેખનીય છે કે, પહેલી જ વખત આયોજિત કરવામાં આવેલા આ બ્લડ ડોનેશન કેમ્પમાં અંદાજે 80 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે. જે અનેક લોકોના જીવન માટે ઉપયોગી અને મહત્વપૂર્ણ છે ધ્વજવંદન સાંસ્કૃતિક કાર્યક્રમ અને ત્યારબાદ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી નિર્વિગ્ન રીતે સંપૂર્ણપાળ પાડી દેવામાં આવ્યું છે આ આયોજનને સાચા અર્થમાં સફળ બનાવવા માટે તમામ કમિટી મેમ્બર અનિશભાઈ, રામભાઈ, મોહિતભાઈ, રાવલ તુષારભાઈ, સંજયભાઈ, હફીસુલભાઈ, સંજીતભાઈ તથા મુકેશભાઈનો નોંધપાત્ર ફાળો હતો.