રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં દ્વિચક્રી વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે. જેને લઈ રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાએ મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ ચોરીના ગુન્હાઓ ડીટેક્ટ કરવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય તેમજ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન હળવદ પોલીસ દ્વારા હળવદ પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમાંથી મોટરસાઈકલની ચોરી કરનાર ઈસમને મોટરસાઈકલ તથા રીક્ષા સાથે પકડી પાડી બે ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૧૩/૦૮/૨૦૨૩ ના રોજ હળવદ તાલુકાના રાતાભેર ગામે હળવદ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન તેઓને બાતમી મળેલ કે, એક શ્યામવર્ણનો ઇસમ એક ચોરીની GJ-03-BU-9191 નંબરની રીક્ષા લઇ નીચી માંડલથી રાતાભેર ગામ તરફ લઈને આવી રહેલ છે. જે અનુસંધાને જરૂરી સ્ટાફના માણસો રાતાભેર ગામે વોયમાં બેઠા હતા. તે દરમ્યાન બાતમી વાળી રીક્ષામાં ઇસમ આવતા તેને રોકી પંચો રુબરુ નામ-ઠામ પુછતાં તેણે પોતાનું નામ જીતુભાઈ ગોવિંદભાઈ પરમાર (રહે.વાધગઢ ટંકારા તા.ટંકારા જી.મોરબી) હોવાનું જણાવેલ બાદ રીક્ષાના માલીકનું નામ પોકેટકોપ એલ્પીકેશન મારફતે તપાસ કરતા જેના માલીકની ખાતરી કરવા પુછપરછ કરતા તથા રીક્ષાની આર.સી. બુક તથા ડ્રાઇવીંગ લાયસન્સલની માંગણી કરતાં તેણે પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ અને કોઇ સંતોષકારક જવાબ નહીં આપતા શંકાસ્પદ વર્તુણક જણાતા ઉપરોકત રીક્ષા કોઇ જગ્યાએથી ચોરી કરી મેળવેલાનું જણાતા સદર રીક્ષાની આશરે કિંમત રુ.૩૦,૦૦૦/- ની ગણી લઇ સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબજે કરેલ બાદ પકડી પાડેલ ઇસમની સઘન પુછપરછ કરતા પોતે હળવદ ટાઉન ખાતે દેના બેંક પાસેથી એક મોટરસાઈકલ ચોરી કરેલા ગુન્હાની કબુલાત આપતા હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હામાં ચોરાયેલ સિલ્વર કલરનું GJ-13-AA-0966 નંબરનું હીરો હોન્ડા કંપનીનું મોટરસાઇકલ કબ્જે કરેલ તેમજ સદરહુ કબ્જે કરેલ રીક્ષા મુદામાલ રાજકોટ શહેર રાજકોટ ખાતે સરકારી હોસ્પીટલના પાછળના ભાગે આવેલ ભગતસિંહ ચોક પાસે આવેલ ગ્રાઉન્ડમાંથી રીક્ષા ચોરી કરેલાની હકીકત જણાવતો હોય જે અંગે રાજકોટ શહેર પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર થયેલ હોય જે અંગે રાજકોટ શહેર પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.