મોરબી તાલુકા જેતપર ગામે ઉછીના રૂપિયા આપેલ રૂપિયા પરત માંગવા જતાં ચારેક શખ્સો દ્વારા યુવકને બેફામ ગાળો આપીને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. તેમજ લાકડીથી મારતા અન્ય એક વ્યક્તિ દ્વારા છોડાવવા જતાં આરોપી દ્વારા તેનાં માથામાં ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા જેતપર ગામ કોળીવાસમાં રહેતા સંજયભાઇ ગોકળભાઇ હમીરપરાએ લાલો જેશીંગ ગણેશીયા કોળીને હાથ ઉછીના રૂપિયા આપેલ હતા. જે પરત માંગતા આરોપીઓને પસંદ ન આવતા આરોપી વિષ્ણુ જેશીંગએ ભુપત જેશીંગ ગણેશીયા કોળી, લાલો જેશીંગ ગણેશીયા કોળી અને સુરેશ દલા સાથે મળીને બેફામ ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો. જ્યારે આરોપી અને સુરેશ દલાએ લાકડી વડે ફટકાર્યા હતાં. ત્યારે હરદાસભાઇ હમીરપરા તેમને છોડાવવા જતાં ભુપત જેશીંગના હાથમાં રહેલ લોખંડનો પાઇપ વાગી જતા શરીરના ભાગમાં મુંઢ ઇજા તથા માથાના ભાગે ગંભીર ઇજા થતાં ટાકા આવ્યા હતા. જ્યારે ફરિયાદીને પણ મુંઢ ઇજા અને માથાના ભાગે ટાકા આવતા ગંભીર ઇજા પહોંચાડતા આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.